ડિજિટલ દુનિયામાં સાઇબર હુમલાથી લોકો પરેશાન છે. વિવિધ પ્રકારના તરકટ રચીને હુમલાખોરોનો સૌથી વધુ ભોગ ભારતીય બનતા હોવાની સનસનીખેજ માહિતી બહાર આવી છે. એક સાઇબર સુરક્ષા કંપનીના અહેવાવા મુજબ ભારતીયો બ્રાઝીલ અને સ્પેન કરતા પણ વધારે સાઇબર હુમલાઓ સહન કરે છે. વિડોંઝ પર રન કરતા ડિવાઇસો દ્વારા સાઇબર ક્રાઇમનો શિકાર બનનારાની યાદીમાં ભારતીયો સૌથી વધુ છે. મે ૨૦૨૫માં ભારતમાં વિંડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પરના ૧૨.૪ ડિવાઇસોમાં મેલવેયર માલૂમ પડયો છે જે દુનિયામાં સૌથી વધુ છે.
જૂનમાં આ આંકડો વધીને ૧૩.૨ ટકા થયો છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર ભારતની ડિજિટલ ઇકો સિસ્ટમ પર એક સાથે અનેક પ્રકારના ખતરો મંડાઇ રહયો છે. આ રિપોર્ટ લેપટોપ અને મોબાઇલ ફોન જેવા ડિવાઇસોમાંથી મળેલી માહિતી પર આધારિત છે. એક્રોનિસ રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૪ની શરુઆતમાં ઓફિશિયલ ઇમેલ પર સાઇબર હુમલા ૨૦ ટકાથી વધીને ૨૦૨૫માં ૨૫.૬ ટકા થયા છે. સાઇબર સુરક્ષા ફર્મના જણાવ્યા અનુસાર સાઇબર અપરાધીઓ દ્વારા જરુરી જાણકારી પાસવર્ડ કે ક્રેડિટકાર્ડ ડિટેલ મેળવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી (એઆઇ) ડિવાઇસનો ઉપયોગ કરવા લાગ્યા છે.


