NATIONAL : ટ્રમ્પને ભારતનો કડક સંદેશ, અમે કોઇની પણ આગળ ઝુકીશું તો નહીં જ..

0
65
meetarticle

અમેરિકા સાથે વધી રહેલા વેપાર શુલ્ક (ટેરિફ) સંબંધિત તણાવ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય ઉત્પાદનો પર 25% વધારાનો ટેરિફ લગાડવાના નિર્ણય વચ્ચે, ભારત હજું પણ રશિયા પાસેથી સતત તેલ ખરીદી રહ્યું છે

અને ભારત પોતાનો આ નિર્ણય બદલવાનો કોઈ મનસૂબો ધરાવતું નથી. એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે સ્પષ્ટ કહ્યું કે ભારત કોઇની પણ આગળ ઝુકશે તો નહી જ..

દેશ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે

એક કાર્યક્રમમાં વૈશ્વિક વેપાર સમૂહો (Trade Blocs) સાથે ભારતના ભવિષ્ય અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગોયલે કહ્યું કે ભારત આજે મજબૂત અને આત્મવિશ્વાસી છે.

 ભારત આ વર્ષે પાછલા વર્ષ કરતા વધારે નિકાસ કરશે

તેમણે ‘ડિ-ગ્લોબલાઈઝેશન’ વિશેનો વિચારનો ઇન્કાર કર્યો અને કહ્યું કે દેશો માત્ર તેમના વેપાર માર્ગો અને ભાગીદારોનું પુનર્ગઠન કરી રહ્યા છે. ગોયલે વિશ્વાસપૂર્વક કહ્યું, મને ખાતરી છે કે ભારત આ હવે વધારે ને વધારે નિકાસ કરશે. તેમણે ઉમેર્યું કે વેપાર અવરોધોનો સામનો કરવા માટે પહેલેથી જ પગલાં લેવાઈ રહ્યા છે.

દુનિયાની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા

ભવિષ્યના મુક્ત વેપાર કરાર વિશે વાત કરતાં ગોયલે જણાવ્યું કે હવે ભારતનો દૃષ્ટિકોણ માત્ર ટેરિફ રાહતો સુધી સીમિત નથી રહ્યો. યુરોપિયન EFTA બ્લોક સાથેના કરારને યાદ કરતાં તેમણે કહ્યું કે, અમે $4 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા છીએ અને દુનિયાની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છીએ. અમારી પાસે યુવાનોની તાકાત છે, જ્યારે તમારી જનસંખ્યા વૃદ્ધ થઈ રહી છે

EFTA દેશોએ ભારતમાં $100 અબજનું રોકાણ કરવાની સંમતિ આપી

તેમણે કહ્યું કે EFTA દેશોએ ભારતમાં $100 અબજનું રોકાણ કરવાની સંમતિ આપી છે, જેના પરિણામે 10 લાખ સીધી નોકરીઓ અને કુલ મળીને આશરે 50 લાખ રોજગારના અવસરો ઊભા થશે. EFTA સાથેનો કરાર 1 ઓક્ટોબરથી અમલમાં આવશે અને તેના લાભો સ્પષ્ટ રૂપે દેખાશે.

વિપક્ષી નેતાઓની નકારાત્મક નિવેદનબાજી શરમજનક

આગળ તેમણે કોંગ્રેસના સાંસદ દ્વારા ભારતીય અર્થવ્યવસ્થા મૃત છે એવી ટિપ્પણીની ટીકા પણ કરી. તેમણે કહ્યું કે વિપક્ષી નેતાઓની નકારાત્મક નિવેદનબાજી શરમજનક છે. હું તેમની નિંદા કરું છું અને કહી દઉં કે ભારત રાહુલ ગાંધીને દેશની ગૌરવમય યાત્રા સામે અપમાનજનક ટિપ્પણીઓ માટે ક્યારેય માફ નહીં કરે. વિશ્વમાં વધતા પડકારો વચ્ચે ભારતની આર્થિક મજબૂતીને લઈને પિયુષ ગોયલે કહ્યું કે દેશની ચલણ સ્થિતિ, વિદેશી મુદ્રા ભંડાર, શેરબજાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત છે. ભારતની મુદ્રાસ્ફીતિ પણ અન્ય વિકસતી અર્થવ્યવસ્થાઓ કરતા ઘણી ઓછી છે.

ભારતનું વૈશ્વિક વિકાસમાં 16% યોગદાન

તેમણે જણાવ્યું કે, આજે દુનિયા આપણને સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે ઓળખે છે, જે વૈશ્વિક વિકાસમાં 16% યોગદાન આપે છે. સાથે ઉમેર્યું કે ભારતના 140 કરોડ યુવાન, કુશળ અને મહેન્નતી નાગરિકો વિશ્વના ભાગીદારો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

વર્ષ 2000 પછી દેશમાં થયેલા મોટા પરિવર્તનો

પિયુષ ગોયલે વર્ષ 2000 પછી દેશમાં થયેલા મોટા પરિવર્તનોની પણ ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે આઈટી ઉદ્યોગે હજારો નોકરીઓ સર્જી છે અને કોવિડ મહામારીના સમયમાં ભારતે આ સંગ્રામને એક અવસરમાં ફેરવ્યો હતો. અંતે તેમણે કહ્યું, ચેલેન્જિંગ સમયમાં પણ ભારત હંમેશાં વિજયી બનશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here