રાજ્યની ચાર કૃષિ. યુનિ જુનાગઢ, આણંદ, નવસારી અને દાંતીવાડા કૃષિ. યુનિ માં જુનિયર ક્લાર્ક વર્ગ-૩ની ભરતી પ્રક્રિયા ૧૫ જુલાઇથી ૧૧ ઓગસ્ટ દરમ્યાન અરજીઓ મંગાવવામાં આવી હતી.
જુનિયર ક્લાર્કની કુલ ૨૨૭ જગ્યા માટે પ્રિલિમ્સ અને મેઇન્સ બંને પરીક્ષા એક જ દિવસે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૫એ ગોઠવવીએ અરજદારોને સીધો અન્યાય છે. સમાન્ય રીતે આવી ભરતી પ્રક્રીયામા પ્રિલિમ્સ બાદ પરિણામ જાહેર થાય છે અને ત્યારબાદ મેઇન્સ માટે પૂરતો સમય આપવામાં આવે છે. અને સ્પર્ધાત્મક પરીક્ષા લેતી સરકારની અન્ય સંસ્થાઓ પહેલા પ્રિલિમ્સ પરીક્ષાના પરિણામ આપ્યા બાદ મેઇન્સ પરીક્ષા લે છે. મેઇન્સ માટે તૈયારી કરવા વિદ્યાર્થીઓને સમય આપવામા આવે છે, જે આ કીસ્સામા નથી મળી રહ્યો એટલે ઉમેદવારોમા ખુબ જ નારજગી છે.
કૃષિ. યુનિ દ્વારા બહાર પાડેલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ જુનિયર ક્લાર્ક (વર્ગ-૩)ની સીધી ભરતી માટે પાર્ટ-૧ (ગુણઃ૧૦૦, ૬૦ મિનીટ) તથા પાર્ટ-૨ (ગુણઃ૨૦૦, સમય ૧૨૦ મિનિટ) ની સ્પર્ધાત્મક પરીક્ષા એક જ તબક્કામાં MCQ – પ્રકારના પ્રશ્વનો ધરાવતી OMR પદ્ધતિથી તા ૨૧ સપ્ટેમ્બરને રવિવારના ૧૪.૦૦ થી ૧૭.૦૦ કલાક દરમિયાન લેવામાં આવશે. આવો દુરાગ્રહ કૃષિ યુનિ.ઓનો કે ખાનગી પરિક્ષા લેનાર એજન્સીનો છે ?
આમ આ ભરતી પ્રક્રિયાની ૧૦૦ માર્કની પ્રિલીમ્સ પરીક્ષા અને ૨૦૦ માર્કની મેઇન સહિત કુલ ૩૦૦ માર્કની પરીક્ષા વિદ્યાર્થીઓએ એક જ દિવસે આપવાની રહેશે. પ્રિલીમ્સ પરીક્ષા ૧૦૦ માર્કની હશે જેનો સમય એક કલાક છે. પ્રિલિમ્સ પરીક્ષામાં ઉત્તિર્ણ થનાર ઉમેદવારોની મુખ્ય પરીક્ષા પણ એજ દિવસે લઈ લેવાશે.
કૃષિ યુનિ અને રાજ્ય સરકાર સવાલના જવાબ આપે.
1. પ્રિલિમ્સ અને મેઇન્સ બંને પરીક્ષા એક જ દિવસે પુર્ણ કરવાના નિર્ણય ઉપર કૃષિ યુનિ સહમત કેમ છે?
2. ૨૨૭ જુ.કલાર્કની ભરતી પાછળ કૃષિ યુનિ.ઓ ૫ કરોડ રુપિયા ખર્ચીને પણ ભરતી પ્રક્રિયા ન્યાયી અને તટસ્થતાની કોઇ બાહેધરી આપશે ?
3. એક જુ.કલાર્કની ભરતી પાછળ ૨,૨૩,૦૦૦ રુપિયા ખર્ચ માટેની ટેન્ડર પ્રક્રીયા પારદર્શક કઈ રીતે હોય શકે ? કૃષિ યુનિ.ના કુલપતિઓની આ હિંમત ઉપર રાજ્ય સરકારને કોઇ સવાલ નથી ?
4. કૃષિ યુનિ.ઓ પોતાના વહીવટી વિભાગના કર્મચારીઓની જગ્યાની ભરતી ખુદ કૃષિ કરતી હતી તો હવે ખાનગી એજન્સી ઉપર નિર્ભર કેમ છે. ?
મનહર પટેલ
પ્રવકતા,ગુજરાત કોંગ્રેસ


