સ્વતંત્રતા દિવસને લઇને દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં કામ કરી છે. દુશ્મનો પણ સુરક્ષા વ્યવસ્થામાં સેંધ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જો કે તેઓના મનસૂબા સફળ રહ્યા નથી. સ્વતંત્રતા દિવસના અવસર પર બોર્ડરના વિસ્તારોમાં સેનાએ એલઓસી પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. આ દરમિયાન સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થતા એક જવાન શહીદ થયા છે. જો કે હાલમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
ઉરી સેક્ટરમાં ઘુસણખોરી
બારામુલ્લાના ઉરી સેક્ટરના ચિરુંડા ગામમાં ઘૂસણખોરીનો નાકામ પ્રયાસ થયો જે દરમિયાન સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. હાલ અથડામણ ચાલી જ રહી છે. સેનાઓ આખા વિસ્તારમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં છેલ્લા એક વીકથી અથડામણ થઇ રહ્યુ છે.
3 સ્થળોએ એન્કાઉન્ટર થયા
મહત્વનું છે કે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ, કઠુઆ, બારામુલ્લામાં ૩ સ્થળોએ એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા. બારામુલ્લાના ચક ટપ્પર કરીરી પટ્ટન વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી. જ્યાં સુરક્ષા દળોએ 4 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સેનાએ દારૂગોળો પણ જપ્ત કર્યો હતો. ગયા અઠવાડિયે 2 જવાન શહીદ થયા હતા અને 2 જવાન ઇજાગ્રસ્ત થયા હતા. જમ્મુ અને કાશ્મીર વિસ્તારમાં એક અઠવાડિયાની અંદર આ બીજી મોટી ઘટના છે, જેમાં સેનાના જવાનો શહીદ થયા છે.


