LIFESTYLE : શિયાળામાં વધતી સાયનસની સમસ્યામાં દરરોજના આહારમાં શું ખાવું, જાણો શું કહે છે નિષ્ણાત..

0
59
meetarticle

શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધતા કેટલાક લોકોમાં સાયનસની સમસ્યા વધે છે. હેલ્થ એક્સપર્ટના મતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો સાયનસની સમસ્યાથી દૂર રહી શકાય છે.

શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધતા કેટલાક લોકોમાં સાયનસની સમસ્યા વધે છે. સાયનસ કે જેને સાઇનસાઇટિસ પણ કહે છે. આમાં નાકની આસપાસ સાઈનસના પોલાણમાં બળતરા અને સોજો થાય છે. જેના કારણે માથાનો દુખાવો, બંધ નાક અને બલગમ (શરદી)જેવા લક્ષણો દેખાય છે. ઠંડીના દિવસોમાં જો તમને વારંવાર સાયનસની સમસ્યા થતી હોય તો ચોક્કસ આ ઉપચાર કરો. હેલ્થ એક્સપર્ટના મતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો સાયનસની સમસ્યાથી દૂર રહી શકાય છે.

ઠંડીના દિવસોમાં લોકો ગમે તેટલા ઉકાળા પીવે છતા શરદી-ઉધરસના શિકાર થાય છે. સામાન્ય શરદીની સમસ્યા વધે છે ત્યારે સાયનસ થાય છે. એટલે કે શરદીના કારણે નાકમાં સોજો થાય છે. શરદી ઉપરાંત ધૂળ અને ચોક્કસ પદાર્થોની એલર્જીને કારણે પણ સાયનસની સમસ્યા થઈ શકે છે. સાઈનસ સમસ્યા વધતા વ્યક્તિ વધુ પરેશાન થાય છે. દિવસભર કામમાં મન લાગતું નથી અને વારંવાર થતો માથાના દુખાવાો પરેશાન કરે છે.

હેલ્થ એક્સપર્ટ કહે છે કે સાઇનસની સમસ્યાઓ અમુક દવાઓથી નિયંત્રિત કરી શકાય છે. છતાં કયારેક દવાઓની આડઅસર થાય છે. સાઇનસ દુખાવો સામાન્ય લાગે છતાં વ્યક્તિને બહુ પરેશાન કરે છે. જો સાવચેતીઓ અને આહારમાં ફેરફાર કરવામાં આવે તો તમને સાઈનસની સમસ્યામાં રાહત મળે છે. જે વ્યક્તિને સાયનસની સમસ્યા રહેતી હોય તેમણે દૈનિક આહારમાં પૌષ્ટિક આહારનો સમાવેશ કરવો.

હેલ્થ એક્સપર્ટના મતે પોતાના આહારમાં વિટામિન સીથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. પપૈયા અને સ્ટ્રોબેરી જેવા ફળોમાં વિટામિન સી જોવા મળે છે, જે સાઇનસના લક્ષણોને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.બળતરા ઘટાડવા તમે આહારમાં અખરોટ જેવા ઓમેગા-૩ ફેટી એસિડથી ભરપૂર ખોરાક લો. ઉપરાંત એન્ટીઑકિસડન્ટ અને વિટામિન સી યુક્ત બ્રોકોલી, પાલક અને કોબી જેવા લીલા શાકભાજી ખાઈ શકો છો. ગ્રીન ટીનું સેવન પણ સાઇનસના લક્ષણોને નિયંત્રિત કરવામાં મદદ કરશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here