ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ ‘સંપૂર્ણ ગાઝા વિજય’ની યોજના ઈઝરાયલની કેબિનેટ સમક્ષ રજૂ કરી હતી, જેને મંજૂરી મળી ગઈ છે, તેથી હવે સંરક્ષણ મંત્રી, ઈઝરાયલ કાત્ઝે ૬૦,૦૦૦ જેટલા અનામત રાખેલા સૈનિકોને સેનામાં સક્રિય બનાવી દીધા છે.
આ માહિતી આપતા એસોસિએટેડ ફ્રી પ્રેસ (એએફપી)ના સંવાદદાતા જણાવે છે કે એક તરફ આ યુદ્ધમાં શાંતિ સ્થાપવા માટે મધ્યસ્થીઓ લાંબા સમયના યુદ્ધ વિરામ માટે પ્રયત્નો કરી રહ્યા છે. તો બીજી તરફ ઈઝરાયલ તરફથી કોઈ પ્રતિભાવ મળતો નથી.
માહિતગાર વર્તુળો જણાવે છે કે, ઈઝરાયલી સંરક્ષણ મંત્રી ઈઝરાયલ-કાત્ઝે ઈઝરાયલની તે યોજના વિષે એએફપીને જણઆવ્યું હતું.
આ પરિસ્થિતિમાં એક મધ્યસ્થી કટારે ઘણો રક્ષણાત્મક આશાવાદ દર્શાવ્યો હતો. કારણ કે, હમાસ હજી પણ બંદીવાન રખાયેલા બંધકોને નાની-નાની ટુકડીઓમાં થોડા થોડા સમયે મુક્ત કરવા અને તેની સામે ઈઝરાયલે બંધ રાખેલા તમામને એક સાથે છોડી મુકવા અનુરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, કોઇ પણ કરાર પહેલાની આ પૂર્વ શરત છે. તેમ નબશે તો જ યુદ્ધ વીરામ શક્ય બનશે.
ટુંકમાં ઈઝરાયલ હવે ગાઝા શહેર અને ગાઝા પટ્ટીમાંથી પેલેસ્ટાઈનીઓને દૂર કરી તેની ઉપર પોતાનો સંપૂર્ણ કબજો ઇચ્છે છે. યુરોપીય યુનિયને ઈઝરાયલને ૬૦ દિવસના યુદ્ધ વિરામ માટે અનુરોધ કર્યો હતો. અમેરિકાએ પણ પણ તેમજ કહ્યું હતું. પરંતુ ઈઝરાયલ હમાસને કચડી નાખવા અને સંપૂર્ણ ગાઝા પટ્ટી તથા ગાઝા શહેર ઉપર કબજો જમાવવા તૈયારીઓ કરી રહ્યું છે.


