ડભોઈ જૈનોના પવિત્ર મહાપર્વ પર્યુષણ ની શરૂઆત થઈ રહી છે.આ મહાપર્વ 28 ઓગસ્ટ સુધી ચાલશે. દર વર્ષે શ્રાવણ વદ બારસથી શરૂ થતા આ પર્વના 7 દિવસ સાધના અને તપમાં વિતાવાય છે.
જ્યારે આઠમો દિવસ સંવત્સરી – એટલે કે ક્ષમા આપવાનો દિવસ તરીકે ઓળખાય છે.આ અવસર – ઉપર ડભોઈ નગરમાં નાના બાળકોથી લઈને વૃદ્ધોની ભીડ ઉપાશ્રય અને દેરાસરમાં જોવા મળી હતી. જૈન સમાજનો મહાન પર્વ પર્યુષણ મહાપર્વ – વર્ષ 2025 માં 20 ઓગસ્ટ બુધવારથી શરૂ થયો છે.આ પર્વ -આઠ દિવસ સુધી ઉજવાય છે.આ – દિવસો દરમિયાન પૂજ્ય ગુરુ ભગવંતોના મુખેથી કલ્પસૂત્ર,શ્રી લોઢણ પાર્શ્વનાથ બારસા સૂત્ર જેવા પવિત્ર ગ્રંથોનું શ્રવણ, સવારે વ્યાખ્યાન, બપોરે દેવવંદન, બંને સમય પ્રતિક્રમા અને રાત્રે પ્રભુજી ની આંગી રચના થાય છે.આઠ દિવસ દરમિયાન દેરાસરોને ફૂલો અને ડીઝાઈનર લાઈટોથી શણગારવામાં આવે છે.આંગી પણ સોના-ચાંદી,હીરા-માણેક થી કરવામાં આવે છે.જાણવા મળતી વિગતો મુજબ આ દિવસોvમાં અનેક શ્રાવકો ધંધા રોજગાર બંધ રાખે છે.તેમજબહારગામ જવાનું પણ ટાળે છે.
તેમજ જૈન સંપ્રદાય દ્વારા આ પવિત્ર દિવસો દરમિયાન વહીવટી તંત્રને માસ મટનની દુકાનો બંધ રાખવા માટે અપીલ પણ કરવામાં આવી હતી.જેનું દુકાનદારો પાલન પણ કરે છે. આ પર્વને જૈન સમાજના 12 મહિનાના સૌથી પવિત્ર દિવસો ગણવામાં આવે છે.જેથી પર્યુષણ પર્વની શરૂઆત થતા જ જૈન સમાજ ધાર્મિક ક્રિયાકાંડો માં ગળાડૂબ જોવા મળી રહ્યો છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ



