JAMNAGAR : કાલાવડના લક્ષ્મીપુર ગામમાં બે જૂથ વચ્ચે તકરાર : મારામારીની સામ સામે પોલીસ ફરિયાદ

0
42
meetarticle

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામમાં બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, અને સામસામે મારામારીના બનાવો બન્યા હતા, જે બનાવ સંદર્ભમાં બંને જૂથ દ્વારા સામસામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મૂળ રાજકોટના વતની અને હાલ કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામમાં રહેતા ઉમેશભાઈ ભવાનભાઈ લુણાગરિયા નામના વેપારીએ પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના સભ્યો ઉપર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ગોપાલભાઈ ડાયાભાઈ ઝાપડા, રમાબેન લક્ષ્મણભાઈ ઝાપડા, રાહુલ લક્ષ્મણભાઈ ઝાપડા, અને ડિમ્પલબેન લક્ષ્મણભાઈ ઝાપડા સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સામા પક્ષે લક્ષ્મણભાઈ ઉકાભાઇ ઝાપડાએ પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના સભ્યો ઉપર લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ભૂમેશ ભવનભાઈ લુણાગરિયા, ભવનભાઈ ચનાભાઈ લુણાગરિયા, બાબુભાઈ ચનાભાઈ લુણાગરિયા, અશ્વિન ચનાભાઈ લુણાગરિયા અને ચારેયની પત્નીઓ સામે ફરિયાદ નોંધાવી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ વધુ તપાસ ચલાવે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here