JAMNAGAR : કાલાવડ-રાજકોટ હાઇવે રોડ પર રિક્ષા અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક તરુણીના બંને પગ ભાંગી ગયા

0
58
meetarticle

જામનગર જિલ્લાના કાલાવડ-રાજકોટ ધોરી માર્ગ પર ગઈકાલે એક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં રિક્ષામાં બેઠેલી ત્રણ બહેનપણીઓ પૈકીની એક તરુણી ઇજાગ્રસ્ત બની હતી, અને તેણીના બંને પગ ભાંગી ગયા છે. જે મામલે ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે કાલાવડ-રાજકોટ ધોરી માર્ગ પર ગઈકાલે જીજે-3 વાય 8829 નંબરના ટ્રકના ચાલકે આગળ જઈ રહેલી જી.જે.10 ટી.ઝેડ. 1076 નંબરની ઓટો રીક્ષાને પાછળથી ઠોકર મારી દીધી હતી. જેથી રીક્ષા પલટી મારી ગઈ હતી.

જે અકસ્માતમાં રીક્ષાની અંદર બેઠેલી ત્રણ બહેનપણીઓ પૈકીની નબીલાબાનું રફીકશા શાહમદાર (ઉ.વ.17) કે જેને ગંભીર સ્વરૂપે ઈજા થઈ હતી, અને તેણીના બંને પગ ભાંગી ગયા છે. અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રરસ્ત તરુણિના પિતા રફીકશા શાહમદારે ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here