JAMNAGAR : જામનગરમાં ધમધમતા વિસ્તારમાં માસૂમ બાળકી સાથે આધેડ નરાધમનું અધમ કૃત્ય, એક યુવકે બચાવી

0
46
meetarticle

જામનગર શહેરના અપનાબજાર જેવા અત્યંત ધમધમતા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરે તેવી એક અધમ ઘટના સામે આવી છે. એક આધેડ શખસ જાહેરમાં માસૂમ બાળકી સાથે ગંદી હરકતો કરતો કેમેરામાં કેદ થયો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં લોકોમાં ભારે રોષ અને ફિટકારની લાગણી જોવા મળી રહી છે.

મળતી માહિતી અનુસાર, જામનગરના અપનાબજાર વિસ્તારમાં એક આધેડ શખસે રસ્તા પરથી પસાર થઈ રહેલી એક માસૂમ બાળકી અને તેની સાથે રહેલા એક બાળકને રોક્યા હતા. સૌ પ્રથમ તેણે બંને સાથે વાતચીત કરી હતી, ત્યારબાદ ધીમે ધીમે બાળકીને પોતાની પાસે બોલાવી અને બળજબરીપૂર્વક તેને પોતાના ખોળામાં બેસાડી લીધી હતી.

ખોળામાં બેસાડ્યા બાદ નરાધમ આધેડ શખસે માસૂમ બાળકી સાથે ગંદી હરકતો કરવાનું શરૂ કર્યું હતું. આ દ્રશ્ય જોઈને બાળકી સાથે રહેલો અન્ય બાળક ડઘાઈ ગયો હતો અને તેણે બાળકીને ખેંચીને છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આધેડની મજબૂત પકડને કારણે તે સફળ થયો નહોતો.

આખરે, ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવકનું ધ્યાન આ ઘટના તરફ ગયું હતું. તે તરત જ દોડી આવ્યો અને આધેડના ખોળામાંથી બાળકીને ઉઠાવી લીધી અને તેને સલામત સ્થળે મૂકી આવ્યો. જો કે, યુવાન પાછો ફરે તે પહેલાં જ નરાધમ શખસ પોતાના થેલા લઈને ત્યાંથી ચાલતી પકડી હતી. તે યુવકે તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, અને તેનો વીડિયો વાયરલ થતાં જામનગરના લોકોમાં આ આધેડ શખસ પ્રત્યે ભારે ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકોની માંગ છે કે પોલીસ તંત્ર તાત્કાલિક આ વાઈરલ વીડિયોના આધારે આવા નરાધમને શોધી કાઢે અને તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here