જામનગરમાં અશ્વમેઘ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 12થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન જામનગરમા ખંભાળિયા બાયપાસ એરપોર્ટ રોડ સામે આ ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જામનગરમાં અશ્વમેઘ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 12થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન જામનગરમા ખંભાળિયા બાયપાસ એરપોર્ટ રોડ સામે આ ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞ 5555 વર્ષ બાદ ફરી મહાભારતકાળના દિવ્ય મુહૂર્ત પર સંપન્ન થઈ રહ્યો છે. જે ઈતિહાસમાં પહેલી વાર આજના આધુનિક ભારતમાં તેનો અનુભવ કરી શકાશે.
ભગવાન શ્રી કૃષ્ણએ જે શુભ મુહૂર્તમાં યુધિષ્ઠિરના હસ્તે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો તે જ શુભ મુહુર્તમાં 5555 વર્ષ બાદ ફરીથી આ અશ્વમેઘ યજ્ઞ 5555 યજ્ઞકુંડો સહિત સંપન્ન થઈ રહ્યો છે. 5555 કુંડનો અશ્વમેઘ મહાયજ્ઞ ભારતની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક ચેતનાનું સૌથી મોટું ભવ્ય આયોજન છે. આ યજ્ઞ 5555 વર્ષ બાદ ફરી તે જ મહાભારત કાળના દિવ્ય મુહૂર્ત પર સંપન્ન થઈ રહ્યો છે. જેનો ઈતિહાસમાં પહેલી વાર આજના આધુનિક ભારતમાં અનુભવ કરી શકાશે.

આ યજ્ઞની વિશેષતાઓ જોઈએ તો જામનગરમાં 5555 કુંડના અશ્વમેઘ મહાયજ્ઞનું વિશ્વમાં પહેલીવાર આયોજન કરાયું છે. 9999 કિ.મીની ભારત ભ્રમણ યાત્રા અને 21 દિવસો સુધી સંસ્કૃતિ અને એકતા યાત્રા થશે. 1240 આચાર્યો અને પંડિતો દ્વારા સામુહિક મંત્રોચ્ચાર કરાશે. સામુહિક ઊર્જા અને આધ્યાત્મિક જાગરણ થશે. યજ્ઞમાં ઔષધિય આહૂતિ અને અગ્નિહોત્ર અનુસંધાન તથા પર્યાવરણ અને સ્વાસ્થ્યનો સમન્વય થશે. વૈદિક, વૈજ્ઞાનિક, જ્યોતિષ સંઘમ, રાષ્ટ્ર શુદ્ધિ સહિત માનસિક સંતુલન અને પર્યાવરણ શુદ્ધિ પણ કરાશે.
આ યજ્ઞનો આધ્યાત્મિક અને સામાજિક ઉદ્દેશ્ય એ છે કે, રાષ્ટ્ર અને સમાજની એકતા માટે સામૂહિક સાધના થશે. સંસ્કૃતિ, સનાતન ધર્મ અને પર્યાવરણનો સમન્વય થશે. પ્રદૂષણ મુક્ત વાતાવરણ અને સકારાત્મક ઉર્જાનું નિર્માણ થશે. ખેડૂતો અને નાના વેપારીઓને પ્રોત્સાહન મળશે. આ મહોત્સવમાં શ્રીમદ ભાગવત કથા અને ધર્મસભા સહિત સંતો, આચાર્ય અને પ્રવચનકારો દ્વારા માર્ગદર્શન અપાશે. અહીં 6 હજારથી વધુ ટેન્ટ અને 25 હજાર લોકોના રહેવા માટેની વ્યવસ્થા કરાશે.
