JAMNAGAR : પૂર્વ કૃષિમંત્રી, બિલ્ડરને સોશિયલ મીડિયા પર બદનામ કરનાર ઝડપાયો

0
22
meetarticle

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી તેમજ જામનગરના અગ્રણી બિલ્ડર પિતા પુત્રને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરનાર વિશાલ કણસાગરાને આખરે જામનગર સાયબર પોલીસે ઝડપી લીધો છે અને આઠ દિવસના રિમાન્ડ પર લીધો છે. તે નેપાળમાં બેસીને નેટવર્ક ચલાવતો હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

જામનગરના બિલ્ડર જમનભાઈ ફળદુ અને તેમના પુત્રને સોશિયલ મીડિયામાં બદનામ કરવાનું કાવતરૂ રચવા અંગે બે આઈડી ધારકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે પણ પોતાને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરનાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના આ જ આઇડીના ધારક સામે ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત જામનગરના અન્ય એક બિલ્ડર સ્મિત પરમારે વિશાલ કણસાગરા નામની આઈડીના ધારક સામે પોતાની પાસે ખંડણી માંગવા સંદર્ભે અને સોશિયલ મીડિયામાં બદનામ કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન સાઇબર ક્રાઈમ પોલીસે આ પ્રકરણમાં હેમતલાલ કણસાગરા અને પરસોત્તમ પરમાર નામના બે જામનગરના આરોપીઓની અટકાયત કરી લીધી હતી. જે બંનેને રિમાન્ડ પર લીધા બાદ હાલ બંનેને જેલ હવાલે કરી દેવાયા છે, જ્યારે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા કે જે પકડાયેલા આરોપી હેમતલાલ કણસાગરાનો પુત્ર છે તે ફરાર હતો, અને તે જ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી રહ્યો છે, તેવી ચોક્કસ કડી જામનગર સાયબર પોલીસને મળી હતી.

હેમતલાલ કણસાગરા જેલહવાલે હોવાથી તેને જામીન પર છોડાવવા માટે વિશાલ કણસાગરા જામનગર આવ્યો હતો. આ શખ્સ નેપાળ ભાગી ગયો હતો અને નેપાળમાંથી બધી પોસ્ટ મૂકીને સોશિયલ મીડિયામાં નાણા પડાવવા માટે બિલ્ડર વગેરેને બદનામ કરતો હતો. તે જામનગર આવતા જામનગર સાઇબર ક્રાઇમ પોલીસની ટીમે તેનું લોકેશન શોધીને ઝડપી લીધો હતો અને અદાલતમાં રજૂ કરતાં 8 દિવસના રિમાન્ડ મંજૂર થયાં છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here