જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં કપાસની આવક વિપુલ પ્રમાણમાં આવક થઈ રહી છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં 26,000 મણની આવક થઈ હતી. જે પૈકી 10,796 મણની હરાજી થઈ હતી. જેમાં રૂ.1,000થી લઈને 1500 સુધીના ભાવે સોદા થયા હતા.

હાપા યાર્ડમાં ગઈકાલે શુક્રવારે કુલ 869 ખેડુતો 46,333 મણની 21 જેટલી જણસીઓ હરરાજીમાં આવી હતી. જેમાં બાજરીની 68, ઘઉંની 808, મગની 68, અળદની 568, તુવેરની 3. ચોળીની 90, વાલની 12, ચણા 985, એરંડા 3681, મરચાની 678, સુકી ડુંગળીની 63, અજમાની 1482, સોયાબીન 740, વટાણાની 9 અને અજમાની 12 મણની આવક થઈ હતી.
તો મગફળીની જગ્યાના અભાવે આવક બંધ રાખવામાં આવી છે. જે મગફળી પેન્ડીંગ પડી છે. તેની હરરાજી ચાલુ હતી. જેમાં જીણી મગફળીના રૂ.1,100 થી 1300, તેમજ જાડી મગફળીના 1,075 થી 1,290 તેમજ 66 નંબરની મંગફળીના રૂ.1,200 થી 1,435 અને 9 નંબરની મગફળીના રૂ.1300થી 1,660 સુધીના ભાવે સોદા થયા હતા.

