BOLLYWOOD : જાહ્નવીની પરમસુંદરી હવે ઓગસ્ટના અંતમાં રીલિઝ કરાશે

0
61
meetarticle

જાહ્નવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘પરમ સુંદરી’ ચાલુ જુલાઈ મહિનામાં રીલિઝ  થઈ જવાની  હતી. તેને બદલે હવે આ ફિલ્મ ઓગસ્ટ માસના અંતે રીલિઝ કરાશે.

ફિલ્મના પ્રોડયૂસર દિનેશ વિજને હવે  આ  ફિલ્મ  તા. ૨૯મી ઓગસ્ટે રીલિઝ કરાશે તેવી જાહેરાત કરી હતી.

‘સૈયારા ‘ ફિલ્મ ટિકિટબારી  પર લાંબી  ચાલતાં તેની સાથે ટક્કર ટાળવા  ‘પરમ  સુંદરી’ની ગઈ તા. પચ્ચીસમી  જુલાઈની  રીલિઝ કેન્સલ થઈ હતી.  જોકે, આગામી તા. ૧૪મી ઓગસ્ટે હૃતિક રોશનની ‘વોર ટૂ’ રીલિઝ થઈ રહી છે. જો આ ફિલ્મ  લાંબી ચાલશે તો ફરી ‘પરમ  સુંદરી’ને તકલીફ  પડી શકે છે. જાહ્નવી નવી  જનરેશનમાં લોકપ્રિય છે પરંતુ તે ટિકિટબારી પર પોતાના દમ પર પ્રેક્ષકો  ખેંચી લાવે  તેવું સ્ટારડમ ધરાવતી નથી.  સિદ્ધાર્થ મલ્હોત્રા  પણ સોલો હિરો  તરીકે મેટ્રો સિટીના મલ્ટીપ્લેક્સ્ ઓડિયન્સ પૂરતો જ ચાલે છે. આથી નિર્માતાએ આ જોડીની ફિલ્મ માટે સલામત તારીખ શોધવી  પડી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here