દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવની ધામધૂમ પુર્વક ઉજવણી કરવામાં આવશે. આજે દ્વારકાધીશ જગત મંદિર પરિસરમાં ગુજરાતના સાહિત્ય કલાકારો દ્વારા ભવ્ય રાસ ની રમઝટ બોલાવી.
ભક્તો કૃષ્ણમય રંગે રંગાઈ મંદિર પરિસરમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી રાસ રમતા નજરે પડ્યા. સ્થાનિક તંત્ર દ્વારા યાત્રાળુ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી. કીર્તિ સ્તંભ થી છપ્પનસીડી સુધી બેરીગેટ લગાવવામાં આવ્યા. ત્રાળુઓની સુરક્ષા ને લઈ પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.
ભક્તો દૂર-દૂરથી દ્વારકા મંદિરે આવશે
કૃષ્ણ જન્મોત્સવનો મહિમા દ્વારકામાં અનેરો હોય છે. આ ખાસ દિવસે લાખો કૃષ્ણ ભક્તો દૂર-દૂરથી જન્માષ્ટમી નિમિતે ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા ખાતે આવતા હોય છે. આ વખતે 16મી ઓગસ્ટના દિવસે જન્માષ્ટમીનો તહેવાર આવે છે. 15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ અને બીજા દિવસે ધાર્મિક પર્વ જન્માષ્ટમી, આમ આ સપ્તાહમાં લોકોમાં ધર્મભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનો બેવડો માહોલ જોવા મળશે.
જન્માષ્ટમી તહેવાર પર જાણો દર્શનનો સમય
જન્માષ્ટમીનાં દિવસે વહેલી સવારે 6:00 વાગે જગત મંદિર ખાતે માલગ આરતી થશે મંગળા આરતી સાથે જ ભક્તો માટે પ્રભુનાં દ્વારા ખુલ્લા થશે સવારે 6 થી 8 મંગળા દર્શન ખુલ્લા રહેશે જયારે 8 થી 9 ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક થશે જેના દર્શન પણ ભક્તો કરી શકશે સવારે 9 વાગે પ્રભુને શણગાર કરવામાં આવશે અને 9:30 વાગે શણગાર દર્શનનો લ્હાવો લઇ શકાશે.
ભગવાનને રાજભોગ ધરાવાશે
10:30 વાગે ઠાકોરજીની સૃગાર આરતી અને બપોરના 12 વાગે પ્રભુને રાજભોગ ધરવામાં આવશે બપોરનાં 1:00 વાગ્યાં સુધી સવારનાં નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે જયારે બપોરનાં 1 થી 5 અનોસર એટલે કે મંદિર બંધ રહેશે સાંજે 5:00 વાગે ઉત્થાપન દર્શન અને સાંજે 7:00 વાગે સંધ્યા દર્શન તેમજ 7:30 વાગે સંધ્યા આરતી કરવામાં આવશે.
રાત્રે ભગવાનને કરાશે શયન
સાંજે 8:30 વાગે શયન આરતી તેમજ રાત્રીના 9:00 વાગે પ્રભુને શયન કરાવવામાં આવશે રાતે 10 વાગે પ્રભુને ભક્તિ ભાવે જગાડી બંધ પડદે મંગલા આરતી તેમજ જન્મ સ્નાનની પૂજા કરવામાં આવશે અને બરાબર રાતે 12 વાગે જગત મંદિર દ્વારકા ખાતે સૌ પૂજારી પરિવાર સહીત લાખો વૈષ્ણવો કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી વ્હલાના વધામણાં કરશે


