BANASKANTHA : અંબાજી પોલીસ સ્ટેશનમા જયેશ જોશી ફરી અંબાજી આવ્યા, શું છે રહસ્ય??

0
134
meetarticle

અંબાજી પોલીસ સ્ટેશનમાં 5 પીઆઇ ની બદલી થઈ ગઈ ત્યાં સુધી ચિંગમ ની જેમ ચોંટેલા જયેશ જોશી પોલીસ કર્મી ની તાજેતરમાં અન્ય તાલુકામાં બદલી થઈ હતી અને હવે ફરીથી જયેશ જોશી અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવવા આવી ગયા છે.કેમ અંબાજી પોલીસ સ્ટેશનમાં જયેશ જોશી આવી જાય છે. એવું તો શું છે અંબાજી નગર મા કે અંબાજી પોલીસ સ્ટેશનમા કે મલાઈ ખાવા જયેશ જોશી આવી ગયા છે.


જયેશ જોશી પર ભૂતકાળમાં ઘણા આરોપો લાગેલા છે તેમ છતાં આવા વિવાદિત પોલીસ કર્મી ની ધાનેરા થી એકજ મહિનામાં અંબાજી પોલીસ સ્ટેશનમાં લાવવાની શું ફરજ પડી. કોને વહીવટ કર્યો કે કયા રાજકીય નેતાને જયેશ જોશી ની ભલામણ કરવાની ફરજ પડી. અંબાજી પોલીસ સ્ટેશનમાં જે બી આચર્યા થી લઈને આર બી ગોહિલ સુધી અલગ અલગ 5 પીઆઇ ના તાબા હેઠળ આ વિવાદિત જયેશ જોશી નોકરી કર્યા બાદ પાલનપુર થી મોટો જેક લગાવી અંબાજી પોલીસ સ્ટેશન ખાતે આવી ગયો છે.

_આદિવાસી સમાજના ઘણા લોકો સાથે અસભ્ય વર્તન કરતો હોવાની ચર્ચાઓ _

અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયેશ જોશી ઘણી વખત આદિવાસી ગરીબ લોકો સાથે તોછડી અને ગંદી ભાષામાં વાત કરતો હોવાનું જાણવા મળ્યું છે. નશો કરેલા અને ચોરી કરેલા આરોપીઓ પાસેથી નાણાં પડાવવાની પણ ઘણી ફરિયાદો ઉઠી હોવા છતાં કેમ જિલ્લા એસપી આવા પોલીસ કર્મી પર પગલા ભરતા નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here