અસિત મોદીનો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 17 વર્ષથી ટીવી જગત પર રાજ કરી રહ્યો છે. શોમાં જેઠાલાલ અને બબીતાજીની પ્રેમભરી કહાની દર્શકોને ખૂબ ગમે છે.
દિલીપ જોશી અને મુનમુન દત્તાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બંને મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. મુંબઈ એરપોર્ટ પર બંને એકબીજા સાથે ટકરાયા ન હતા પરંતુ ઇન્ટરનેટ પર તેમની સાથે હાજરી અંગે ચર્ચા થઈ હતી. વીડિયોમાં દિલીપે શર્ટ, બ્લુ જીન્સ અને કેપ પહેરી હતી. તેણે માસ્ક પણ પહેર્યો હતો અને તેની આસપાસ સુરક્ષા કર્મચારીઓ હતા. જ્યારે અભિનેત્રીએ સ્પોર્ટી બ્લેક જમ્પસૂટ પહેર્યો હતો. તેની ટીમના લોકો તેની આસપાસ જોવા મળ્યા હતા.
જેઠાલાલ અને બબીતાજી પર યુઝર્સે આપી પ્રતિક્રિયા
ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને યુઝરે લખ્યું હતું કે, પ્રેમકહાની અત્યાર સુધી અધૂરી રહી છે. એક યુઝરે લખ્યું કે, બંને ગુજરાત જઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, અહીં પણ જેઠાલાલે બબીતાજીને એકલા છોડ્યા નહીં. એક યુઝરે લખ્યું હતું કે, બબીતાજી ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, મેં સાંભળ્યું છે કે જેઠાલાલ શો છોડી રહ્યા છે. થોડા સમય પહેલા જેઠાલાલ અને બબીતાજી ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા કારણ કે, બંને તારક મહેતાના ઘણા એપિસોડમાંથી ગાયબ હતા અને ચર્ચાઓ થઈ રહી હતી કે, બંને કલાકરાઓ એ હવે આ શો છોડી દીધો છ. ત્યાર બાદ અચાનક જેઠાલાલ અને બબીતાજી શોમાં એન્ટ્રી થાય છે અને તમામ અફવાઓનો અંત આવે છે.