રાજકોટ જીલ્લામાં બનતા વણશોધાયેલ મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના અન્વયે પોલીસ ઇન્સપેક્ટર એ.એમ.હેરમાની રાહબરી હેઠળ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમા હતા જે દરમ્યાન એક હિરો સ્પ્લેન્ડર રજી.નં જીજે ૦૩ એચ.ડી ૬૨૩૭ કિ.રૂ.૩૦ હજાર વાળુ મોટરસાયકલ બીનવારસી હાલતમા મળી આવતા કબજે કરી ઈ-ગુજકોપ તથા પોકેટકોપ મોબાઇલથી સર્ચ કરી મોટરસાયકલના મુળ માલીકની શોધખોળ કરી મુળ માલીક જેન્તિભાઇ ડાયાભાઇ સંરેડીયા રહે.જેતપુર વાળાઓને બોલાવી દસ્તાવેજની ચકાસણી કરી માલીક અંગે ખરાઈ કરી મુળ માલીકને મોટરસાયકલ પરત સોંપી સરાહનીય કામગીરી કરેલ હતી.
આ કામગીરીમાં તાલુકા પીઆઈ એ.એમ.હેરમા, એએસઆઈ ભુરાભાઇ માલીવાડ હેડ.કોન્સ અજીતભાઇ ગંભીર, મનેશભાઇ જોગરાદીયા, પ્રદ્યુમનસિંહ વાઘેલા હતા
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર


