BOLLYWOOD : જોનનું બહાનું : થિયેટરવાળા ડરી ગયા એટલે તહેરાન ઓટીટી પર

0
56
meetarticle

જોન અબ્રાહમની ‘તહેરાન’ ફિલ્મ ડાયરેક્ટ ઓટીટી પર રીલિઝ થઈ રહી છે. આ માટે જોન અબ્રાહમે એવું બહાનું કાઢ્યું છે કે આ ફિલ્મ ઈઝરાયેલ-ઈરાનને લગતી હોવાથી થિયેટર્સ વાળાને તે દર્શાવવામાં ડર લાગ્યો હતો. આથી, નાછૂટકે આ ફિલ્મ ઓટીટી પર રીલિઝ કરવી પડી છે.

જોને એવો પણ દેખાવ  કર્યો હતો કે પોતાને પણ ફિલ્મ ડાયરેક્ટ ઓટીટી પર રીલિઝ થઈ રહી છે તે ગમ્યું નથી. આ નિર્ણયથી તે નિરાશ થયો છે. પરંતુ, આ સિવાય કોઈ વિકલ્પ રહ્યો  ન હતો.

જોકે, ટ્રેડ વર્તુળોમાં ચર્ચા મુજબ હાલ ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે હિંદી ફિલ્મોનું રીલિઝ કેલેન્ડર એકદમ ભરચક છે અને તેના કારણે આ ફિલ્મ થિયેટરમાં આવે તો પૂરતાં સ્ક્રીન મળશે કે કેમ તેવી શંકા હતી.

વધુમાં, આ પ્રકારની ફિલ્મોનું ઓડિયન્સ બહુ મર્યાદિત રહેતું હોવાથી તેની સફળતા અંગે પણ શંકા સેવાતી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here