સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા JSG અંકલેશ્વર મેઈન ગ્રુપ દ્વારા કલામંદિર ગુજરાત રિજિયન અંતરાક્ષરીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 35 વર્ષથી યોજાતા આ કાર્યક્રમનું આ 22મું વર્ષ હતું, જેમાં હિંમતનગરથી દહાણુ સુધીના સમગ્ર રિજિયનમાંથી કુલ 16 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે JSG અંકલેશ્વર મેઈન ગ્રુપના પ્રમુખ રાકેશભાઈ ઝવેરી, પ્રોજેક્ટ ચેરમેન હિતેશ શાહ, પ્રોજેક્ટ કો-ચેરમેન મિનેષ મહેતા, અને ગ્રુપના સેક્રેટરી પીયૂષભાઈ શાહ સહિત કમિટી મેમ્બરો અને ભૂતપૂર્વ પ્રમુખોએ સઘન પ્રયાસો કર્યા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જૈન સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન દ્વારા આર્થિક સહાય પૂરી પાડવાનો છે. કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર કલામંદિર જ્વેલર્સ હતા, જ્યારે ગોલ્ડ સ્પોન્સર તરીકે ઇન્ટર પ્લાસ્ટિકના શૈલેષભાઈ હરિયા અને ધીરુભાઈ મહેતા, BEAIL અને ગ્રીન રિયાલિટીના હિતેશભાઈએ સુંદર યોગદાન આપ્યું હતું.
આ પ્રસંગે રિજિયન ચેરમેન પરિન શાહ, JSGIF પ્રેસિડેન્ટ ઇલેક્ટ મનીષ શાહ કોઠારીજી, JSGIF વાઇસ પ્રેસિડેન્ટ ID, JSGIF સેક્રેટરી જનરલ ચિરાગ સંઘવી, લલિતભાઈ શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પિનાકીનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સુંદર કાર્યક્રમમાં સંગીત, મનોરંજન અને સેવાભાવનાનો સંગમ જોવા મળ્યો હતો.
REPOTER : કેતન મહેતા, અંક્લેશ્વર


