JSW સિમેન્ટનો ₹3,600 કરોડનો IPO સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે, જેમાં પ્રાઇસ બેન્ડ ₹139-₹147 પ્રતિ શેર રાખવામાં આવી છે. આ ઇશ્યૂમાં રોકાણ કરતા પહેલાં,
કંપનીના ફંડામેન્ટલ્સ અને તાજેતરના નાણાકીય નુકસાન જેવા પરિબળોનું વિશ્લેષણ કરવું મહત્વપૂર્ણ છે.
JSW ગ્રુપની સિમેન્ટ કંપની JSW સિમેન્ટનો IPO આજે સબ્સ્ક્રિપ્શન માટે ખૂલ્યો છે. ₹3,600 કરોડના આ IPO પહેલાં, તેણે એન્કર રોકાણકારો પાસેથી ₹1,080 કરોડ એકત્ર કર્યા છે. તેની એન્કર બુક હેઠળ, 9 સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ સહિત 52 રોકાણકારોએ ભાગ લીધો હતો, જેમને ₹147ના ભાવે 7.34 કરોડ ઇક્વિટી શેર જારી કરવામાં આવ્યા હતા. હાલમાં, તેના શેર ગ્રે માર્કેટમાં ₹4.5ના પ્રીમિયમ પર છે, જે IPOના ઉપલા પ્રાઇસ બેન્ડથી 3.06% છે. જોકે, 4 ઓગસ્ટે IPO ખુલતા પહેલા, તેનું GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ) ₹19 એટલે કે 12.93% હતું, જેમાં ઘટાડો નોંધાયો છે. બજાર નિષ્ણાતોના મતે, રોકાણના નિર્ણયો ગ્રે માર્કેટના સંકેતોને બદલે કંપનીના ફંડામેન્ટલ્સ અને નાણાકીય બાબતોના આધારે લેવા જોઈએ.


