JUNAGAD : જૂનાગઢમાં રખડતા ઢોરે યુવકનો ભોગ લીધો, રસ્તા વચ્ચે ખૂટિયો આડે આવતા અકસ્માત થયો

0
64
meetarticle

જૂનાગઢમાં રખડતા ઢોરે યુવકનો ભોગ લીધો છે, રસ્તા વચ્ચે ખૂટિયો આડે આવતા અકસ્માત થયો છે, ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે, મૃતક યુવાન કેશોદથી જૂનાગઢ જઇ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.

જૂનાગઢમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે, અકસ્માતને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે, અને મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, ત્યારે રખડતા ઢોરની સમસ્યા ઘણા સમયથી યથાવત છે, પાલિકા હોય કે કોર્પોરેશન હોય રખડતા ઢોરને કાબુમાં લઈ શકતી નથી એ નક્કી છે.

જૂનાગઢ હાઈવે રોડ પર રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો છે, રસ્તા વચ્ચે ખૂટિયો આડે આવતા અકસ્માત થયો છે અને ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે, મૃતક યુવાન કેશોદથી જૂનાગઢ જઈ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી અને રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે, ઘટનાના પગલે મૃતક યુવાનના પરિવારને કરાઇ જાણ અને લોકોમાં પણ રખડતા ઢોરને લઈ રોષ જોવા મળ્યો છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, રોડ પર નીકળીએ ત્યારે કોઈ પણ સમયે રખડતા ઢોર આવી જાય અને અકસ્માત થાય છે.

રખડતા ઢોરનો ત્રાસ કોઈ એક જિલ્લા પૂરતો નથી પણ સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળતો હોય છે અને રખડતા ઢોરના કારણે ઘણા લોકોના મોત પણ થયા છે, રખડતા ઢોરના કારણે ગુજરાત હાઈકોર્ટે પણ કડક વલણ અપનાવ્યું છે તેમ છત્તા કોર્પોરેશન અને પાલિકાના સત્તાધીશો આ ઢોરને પકડવામાં નિષ્ફળ નીવડયા છે જેના કારણે સ્થાનિકોના જીવ જાય છે, ઘણી વાર હાઈવે પર લોકો વાહન લઈને જતા હોય છે ત્યારે અચાનક ઢોર રોડ પર આવી જાય છે અને અકસ્માત થતા હોય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here