ગોરખનાથ શિખર પર તોડફોડનો ભેદ ઉકેલનાર પોલીસકર્મીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૈન અને સનાતન ધર્મના સાધુઓએ ગિરનાર પર્વત પરના તમામ ધામક સ્થળોએ સ્વખર્ચે આધુનિક સીસીટીવી કેમેરા લગાવવા નિર્ણય કર્યો હતો. આ અન્વયે જૈન સંતોએ ૨૫ લાખ અને અન્ય સાધુ-સંતોએ યથાયોગ્ય યોગદાન જાહેર કર્યું હતું.

ગોરખનાથ શિખર પર આવેલા મંદિરમાં તોડફોડ અને મૂર્તિ ખંડિત કરવાના કેસનો ભેદ ઉકેલવા બદલ આજે ગૌરક્ષનાથ આશ્રમ ખાતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શેરનાથબાપુ, પરબના કરશનદાસજીબાપુ, હવેલીના પીયૂષબાવાશ્રી, હરિહરાનંદબાપુ, ઇન્દ્રભારતીબાપુ, જૈન સંત નમ્રમુનિજી, ભાઈ મહારાજ સહિતના સંતો-મહંતોએ ભેદ ઉકેલવામાં કામગીરી કરનાર ૧૦૮ પોલીસ કર્મીઓનું સન્માન કર્યું હતું.આ કાર્યક્રમમાં જૈન સંતોએ સનાતન અને જૈન સમાજ એક જ હોવાનું જણાવ્યું હતું. સનાતન ધર્મના સંતોએ આ બાબતને આવકારી હતી.
આ સન્માન કાર્યક્રમમાં સાધુ-સંતોએ ભવિષ્યમાં આવી કોઈ ઘટનાં બને એ માટે ગિરનાર પર આવેલા તમામ ધામક સ્થળોએ આધુનિક ટેકનોલોજી ધરાવતા સીસીટીવી કેમરા ફિટ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો.
કેમેરા ફિટ કરવા માટે જૈન સંતોએ ૨૫ લાખ જ્યારે ભવનાથ ક્ષેત્ર તેમજ સતાધાર, ચાપરડા, પરબ, ધોરાજી સહિતની જગ્યાના સંતો તેમજ અને તેમના પ્રતિનિધિઓએ પોતાના તરફથી આથક યોગદાન આપવા જાહેરાત કરી હતી.
ગમે એટલો ખર્ચ થાય પરંતુ ગિરનાર મુખ્ય સીડી અને પાછળની સીડી તેમજ જંગલ સહિતના વિસ્તારને સીસીટીવી કેમેરામાંથી કવર કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

