JUNAGADH : પોલીસ- RTO ને ગેરમાર્ગે દોરી એક નંબર પ્લેટનો બે બસમાં ઉપયોગ !

0
57
meetarticle

 મેંદરડામાં એલસીબીએ બાતમીના આધારે તપાસ કરતા બે લક્ઝરી બસમાં એક સરખી નંબર પ્લેટ લગાવેલી જોવા મળી હતી. પોલીસ અને આરટીઓને ગેરમાર્ગે દોરી એક નંબર પ્લેટનો બે બસમાં ઉપયોગ કરવાનું કૌભાંડ સામે આવ્યું હતું. બસ માલિકની પૂછપરછ કરતા રોડ ટેક્ષ અને વીમો ભરવો ન પડે તે માટે બંને બસમાં એક નંબર પ્લેટ ફિટ કર્યાની કબૂલાત આપી હતી. એલસીબીએ બસ માલિકની અટક કરી મેંદરડા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

મેંદરડા-સાસણ રોડ પર આવેલા પેટ્રોલ પંપની સામે આવેલા ગેરેજમાં મહાલક્ષ્મી ટ્રાવેલ્સ નામની બે બસમાં એક સરખી નંબર પ્લેટ જોવા મળી હતી.  આ અંગે એલસીબીને બાતમી મળતા ત્યાં જઈ તપાસ કરી હતી. જેમાં બંને બસની આગળ-પાછળ એઆર-૦૧-યુ-૦૭ર૯ નંબરની પ્લેટ હતી. પોલીસે બંને બસના ડ્રાઈવરને બોલાવી આરટીઓના કાગળ તથા એન્જીન અને ચેસીસ નંબર વેરીફાઈ કરાવતા એક બસના આરટીઓ રજીસ્ટ્રેશનનો બીજી બસમાં ઉપયોગ કરી કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બસના માલિક કૌશિક યોગેશ જયસ્વાલને બોલાવી પૂછપરછ કરતા તેણે બસમાં એન્જીન કબાડીમાંથી લઈ આવી ફીટ કરાવ્યું હોવાની તેમજ આરટીઓનો રોડ ટેક્ષ અને વીમો ભરવો ન પડે તે માટે એક નંબર પ્લેટ પર બે બસ ચલાવતો હોવાની કબુલાત આપી હતી. એલસીબીએ એન્જીન તથા ચેસીસ નંબર ચેક કરતા તે સ્પષ્ટ જોવા મળ્યા ન હતા.પોલીસ અને આરટીઓને ગેરમાર્ગે દોરવા માટે બસ માલિક કૌશિક યોગેશ જયસ્વાલે એક નંબર પ્લેટના બે બસમાં લગાવી કૌભાંડ કર્યું હતું. પોલીસે 25 લાખની કિંમતની બસ કબ્જે કરી બસ માલિક સામે સરકાર સાથે છેતરપિંડી કર્યા અંગેનો ગુનો દાખલ કરતા મેંદરડા પોલીસે બસ માલિક કૌશિક જયસ્વાલની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here