JUNAGADH : સગા મામાએ લૂંટી સગીર ભાણીની લાજ

0
26
meetarticle

જૂનાગઢના કેશોદમાં સંબંધો લજવતો કિસ્સો સામે આવ્યો છે. સગીરાના અપહરણ બાદ સગા મામાએ દુષ્કર્મ આચર્યાનો કોર્ટમાં ખુલાસો છે. પોલીસે વલસાડથી આરોપીને ઝડપી લીધો છે.કહેવાય છે કે મામા એ બે મા સમાન હોય છે, પરંતુ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલા એક ગામમાં આ પવિત્ર સંબંધોને લાંછન લગાડતી ઘટના પ્રકાશમાં આવી છે. એક નરાધમ મામાએ પોતાની જ સગીર ભાણી પર દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને ફિટકારની લાગણી જન્મી છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, આજથી આશરે પાંચ માસ અગાઉ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એક ગામની એક સગીરાનું અપહરણ થયું હતું. જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. લાંબા સમયની શોધખોળ બાદ સગીરા મળી આવતા તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. કોર્ટમાં જ્યારે સગીરાનું નિવેદન લેવામાં આવ્યું, ત્યારે તેણે જે ખુલાસો કર્યો તે સાંભળીને પોલીસ અને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

સગીરાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેના સગા મામાએ જ તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની પર અનેકવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ નિવેદનના આધારે પોલીસે તુરંત જ આરોપી મામા વિરૂદ્ધ દુષ્કર્મ અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ પોલીસની ટીમો કાર્યરત થઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ લોકેશન ટ્રેસ કરી આરોપી મામાને વલસાડથી દબોચી લીધો છે. હાલ પોલીસ આ નરાધમને જૂનાગઢ લાવી કડક પૂછપરછ હાથ ધરી રહી છે. સમાજમાં સંબંધોની ગરિમાને કલંકિત કરનારી આ ઘટનાએ સુરક્ષા અને સામાજિક મૂલ્યો સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here