ગિરનારની તળેટીમાં યોજાનારા કુંભ મેળાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ડમરૂ યાત્રા’ અને ધર્મસભામાં વિશેષ હાજરી આપશે.ગિરનારની તળેટીમાં યોજાનારા મિની કુંભ મેળાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ભક્તિમય મહોત્સવમાં સહભાગી થવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અહીં આયોજિત ભવ્ય ‘ડમરૂ યાત્રા’ અને ધર્મસભામાં વિશેષ હાજરી આપશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે બપોર બાદ ભવનાથમાં યોજાનારી ભવ્ય ડમરૂ યાત્રામાં ઉપસ્થિત રહેશે અને શ્રદ્ધાળુઓનો ઉત્સાહ વધારશે.યાત્રા બાદ આયોજિત વિશેષ ધર્મસભામાં પણ તેઓ હાજરી આપશે, જેમાં સાધુ-સંતો અને મહંતોના આશીર્વચન યોજાશે.દૂર-દૂરથી આવતા અને જે ભક્તો જૂનાગઢ નથી પહોંચી શકતા તેમના માટે વહીવટી તંત્ર દ્વારા ટેકનોલોજીનો સુંદર સમન્વય કરવામાં આવ્યો છે. ભવનાથ મહાદેવની આરતીનું હવે લાઈવ પ્રસારણ કરવામાં આવશે. દેશ-વિદેશમાં વસતા ભાવિકો દરરોજ આ આરતીનો લાઈવ લાભ લઈ શકશે. ભાવિકોની સુવિધા માટે ભવનાથની અલાયદી વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે. આ પોર્ટલ પર મેળાની તમામ વિગતો અને લાઈવ દર્શનની લિંક ઉપલબ્ધ રહેશે.
