પાવી જેતપુર તાલુકા ના કદવાલ ગામે ગત ઉનાળામાં જુના જર્જરિત નાળા તોડી નવા બનાવવામાં આવિયા હતા તે નાળા બનિયાં આશરે ચાર માસ ઉપરાંત સમય થઈ ગયો હોવા છતાં એસ ટી બસ કદવાલ મેન ગામ ના બસસ્ટેન્ડ પર ન આવતા ગામ લોકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે
કદવાલ તથા આજુબાજુ ના ગામોના લોકો તથા વિદ્યાર્થી અને નોકરિયાત વર્ગ ના લોકો ને ચાલીને કદવાલ ચોકડી બજાર માં એસ ટી બસ માં બેસવા જવું પડે છે હાલ બીમારીઓ ચાલી રહી હોય તેવામાં કદવાલ, સિગાપુરા, નાથપુરા, નાના અમાદરા, મોટા અમાદરા જેવા અનેક ગામોના લોકોને ચાલતા એસ ટી બસ માં બેસવા માટે જવું પડે છે

રિપોર્ટર :ઈરફાન મકરાણી,કદવાલ


