કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત મહીસાગર જિલ્લા યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, લુણાવાડા સંચાલિત દ્વારા કડાણા તાલુકા કક્ષાએ કલા મહાકુંભ 4 ઑગસ્ટ 2025 ના રોજ મહીસાગર જિલ્લા પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને લીંભોલા સાર્વજનિક માધ્યમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું,
જેમાં તાલુકા કક્ષાની વિવિધ પ્રવૃત્તિઓ ની સ્પર્ધા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં ઉપસ્થિત જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતિ શર્મિષ્ઠાબેન, લીંભોલા સાર્વજનિક માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ અને કલા મહાકુંભ કડાણા તાલુકાના કન્વીનર શ્રી હિરેનકુમાર કે પટેલ મોડલ સ્કૂલ ના આચાર્ય શ્રી અશોકભાઈ પ્રજાપતિ, વહીવટી સંઘ શ્રી દિગ્વિજયસિંહ જે, અને વિધાર્થીઓ અને શિક્ષકો અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યકમમાં કલા મહાકુંભ કડાણા તાલુકાની કુલ 35 થી વધુ શાળાઓના 280 વિધાર્થીઓ એ ભાગ લીધો હતો કુલ 14 અન્ય જુદી જુદી કૃતિઓ નું આયોજન કરવામાં આવ્યું હતું અને બાળકો માં ઉત્સાહ અને ઉમંગ નો માહોલ છવાયો હતો
રિપોર્ટર : સંદીપ દેવાશ્રયી, મહીસાગર…….


