કુતિયાણા રણાવાવ વિધાનસભા ક્ષેત્રમાં માં કુતિયાણા- રાણાવાવ મત વિસ્તાર માં ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ પોતાના વિસ્તારના વિકાસ માટે સતત ચિંતા કરી રહ્યા છે અને પોતાનો મતવિસ્તાર વિકાસથી વંચિત ના રહે એવા તેવા ઉમદા હેતુથી સતત કામો કરી રહ્યા છે
રાણાવાવ વિધાનસભા મત વિસ્તારના ધારા સભ્ય કાંધલભાઇ જાડેજા દ્વારા હંમેશાં પોઝિટિવ વિકાસના કામ કરવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રાજ્ય સરકારમાં પોતાના વિસ્તાર લોકકલ્યાણકારી કામોની રજૂઆતોના પરિણામે કુતિયાણા મતવિસ્તારના નોન પ્લાન રસ્તાઓ માટે પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના અન્વયે રસ્તાઓ માટે ૪ કરોડ ૫૦ લાખ રૂપિયા જેવી માતબર રકમના કામો મજૂર થયા છે.
ધારાસભ્યશ્રી કાંધલભાઈ જાડેજા ની રજૂઆતના પગલે રાજ્યના સંવેદનશીલ અને નિર્ણાયક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કુતિયાણા વિધાનસભા કાર્યક્ષેત્રના ગામડાઓના રસ્તાઓના નવીકરણ માટે ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર થયેલા નોન પ્લાન રસ્તાઓમાં પોરબંદર તાલુકાના ઓડદર ગામે ઓડદર સતી આઈ મંદિર રોડ નોન પ્લાન ૧ કિ. મી. ના રસ્તામાં માટે માટી કામ, મેટલિંગ અને સી સી રોડ માટે રૂ. ૧૦૦, ૦૦ (લાખ) મંજુર થયાં છે. જયારે કુતિયાણા તાલુકાના અમર – ઈશ્વરીયા નોન પ્લાન ૩. ૫૦. કિ. મી. ના રસ્તા માટે માટી કામ, મેટલિંગ અને સી સી રોડ અને પ્રોડક્શન વોલ માટે રૂ. ૩૫૦, ૦૦(લાખ) મંજુર થયા છે.અને જોબ નંબર પણ ફાળવી આપ્યા છે.જે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કુતિયાણા મત વિસ્તારના રસ્તાઓને મંજુર કરવા બદલ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ ભાઈ જાડેજાએ માન્ય મુખ્ય મંત્રીશ્રીનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરેલ છે
રિપોર્ટર : વિરમભાઈ કે આગઠ


