NATIONAL : તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા અને અનુપમાને ટક્કર આપશે ‘કૌન બનેગા કરોડપતિ સીઝન 17’, અમિતાભના KBC-શોની સોની પર શાનદાર શરૂઆત

0
147
meetarticle

અમિતામભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ સીઝન 17’ની સોની ટીવી પર શાનદાર શરૂઆત થઈ. KBCશોથી 82 વર્ષીય બીગ બી ફરી ટીવી પર દર્શકોનું મનોરંજન કરશે. KBC-17શોનો પ્રથમ એપિસોડ 11 ઓગસ્ટ 2025 સોમવારના રોજ રાત્રે 9 વાગ્યે સોની ટીવી પર પ્રદર્શિત થયો.

અમિતાભના KBC-17શોમાં આ વખતે થોડ બદલાવ સાથે નવારંગરૂપમાં ઓનએર થયો. અમિતાભના KBC શો અત્યાર સુધી ટીઆરપીમાં ટોપ રહેલ તારક મહેતા અને અનુપમા શોને જબરજસ્ત ટક્કર આપશે.

કૌન બનેગા કરોડપતિ

સોની ટીવી પર દર્શકોનું મનોરંજન કરી બમ્પર કમાણી કરાવતો કૌન બનેગા કરોડપતિની સીઝન 17 શરૂ થઈ ગઈ છે. બોલીવુડના શહંનશાહે ભારત દેશ પર સુંદર કવિતાથી શોની શરૂઆત કરી. KBC-17માં પ્રથમ કન્ટેસ્ટન્ટએ શાનદરાર રમત રમી દર્શકોમાં ચોક્કસ સ્થાન બનાવ્યું. આ વખતે આ શોમાં હોટ સીટ પર બેસનાર સ્પર્ધકોને પૂછાતા ‘ફાસ્ટેસ્ટ ફિંગર્સ ફર્સ્ટ’થી લઈને અન્ય કેટલાક મહત્વના બદલાવ કરાયા છે.

જાણો શું છે KBC-17માં

KBCમાં અગાઉની સીઝનમાં ફાસ્ટેસ્ટ ફિંગર્સ ફર્સ્ટ પ્રક્રિયામાં ત્રણ પ્રશ્નો પૂછાતા હતા. અને હવે KBC-17માં ફક્ત એક જ પ્રશ્ન પૂછાશે. આ શોમાં ‘ઓડિયન્સ પોલ’ અને ‘વિડીયો કોલ અ ફ્રેન્ડ’ જેવી લાઈફલાઈન અને ‘ડબલ ડીપ’ પણ છે. આ લાઈફલાઈનની મદદથી સ્પર્ધકને પ્રશ્નના ઉત્તર મેળવવામાં મદદ મળશે.  ‘ડબલ ડીપમાં એક જ પ્રશ્નનો બે વાર જવાબ આપવાની તક મળશે. જયારે  ‘સુપર સંદુક’માં સ્પર્ધક જ્ઞાન દ્વારા વધારાના પૈસા જીતવાની તક મળશે. આ શોમાં ‘જનતા કે સવાલ’ નામના નવા સેગમેન્ટમાં શોની ટીમ ભારતના દરેક ખૂણામાં જશે અને લોકોને તેમના પ્રશ્નો પૂછશે.

દર્શકોને પસંદ આવ્યો પ્રોમો

શો શરૂ થતા પહેલા નિર્માતા દ્વારા KBC-17નો પ્રોમોમાં રજૂ કરાયો હતો. દર્શકોને આ પ્રોમો ખૂબ પસંદ આવ્યો હતો. પ્રોમમાં બીગબી તેમની ફિલ્મોની જેમ ડબલ રોલમાં જોવા મળ્યા હતા. આ પ્રોમમાં અમિતાભ બચ્ચન બે અંદાજમાં શોનું પ્રમોશન કરતા કહી રહ્યા છે કેકેબીસી શોની ઓળખ જ તેની ખાસ સ્ટાઈલ અન્ય શોથી અલગ પાડે છે. એટલે જનરેશન X હોય કે જનરેશન Z, આ શો બધા માટે એ જ જૂની શૈલીમાં હોસ્ટ કરવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here