VADODARA : જરોદ ગામના કુમાર શાળા ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત આંગણવાડીના સહયોગથી કાયૅકમ સંપન્ન થયો

0
71
meetarticle

વાઘોડિયા તાલુકાના જરોદ કુમાર શાળા ના પટાંગણમાં વિશ્વ સ્તનપાન સપ્તાહ ઓગસ્ટ માસના તા,૧ થી ૭ દિવસો દરમિયાન ઉજવણી અંતર્ગત આજરોજ જરોદ પી એચ સી ના પ્રિતિબેન અને જરોદ સરપંચ મનિષાબેન રૂપેશભાઈ સોલંકી અને એડવોકેટ રૂપેશભાઈ કાંતીભાઇ સોલંકી તાલુકા સદસ્ય વનરાજસિંહ ચૌહાણ જરોદ દુધ ડેરી ના પ્રમુખ સંજયભાઈ ઉર્ફે ગોકાભાઇ જરોદ ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી રાહુલજી અને જરોદ ગ્રામ પંચાયત ના ચુંટાયેલા તમાંમ સભ્યો આંગણવાડી ની તમામ બહેનો અને ગામ નાં આગેવાનો સહિત વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી માં ઉપસ્થિત રહીને કાર્યક્રમ દિપાવયો હતો

આજના આ વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે સ્તનપાન વિષે ની સુંદર સરળ ભાષામાં સમજણ કાયૅ કમ માં હાજર માતા પિતા ને જરોદ પી એચ સી ના પ્રિતિબેન પુરી પાડી હતી કાયૅકમ હાજર જરોદ સરપંચ મનિષાબેન રૂપેશભાઈ સોલંકી , અને જરોદ એડવોકેટ રૂપેશભાઈ કાંતીભાઇ સોલંકી, પી એચ સી ના પ્રિતિબેન, જરોદ દુધ ડેરી ના પ્રમુખ, તમાંમ સભ્યો અને ગામના આગેવાનો નું આંગણવાડી ની બહેનો એ પુષ્પ ગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું કાયૅ કમ ના અંત માં આભાર વિધિ આંગણવાડી ની બહેનો એ કરી હતી

REPOTER : કિશન રોહિડા વાઘોડિયા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here