તારાપુરના સાંઠ ગામે ડિગ્રી વગરના બે બોગસ ડોક્ટર પકડાયા છે.પોલીસ અને આરોગ્ય વિભાગની કાર્યવાહીથી બોગસ ડોક્ટરોમાં ફફડાટ ફેલાયો છે.

ખાનપુર પીએચસીના મેડિલક ઓફિસરને સાંઠ ગામમાં ગેરકાયદે દવાખાના ચાલતા હોવાની માહિતી મળી હતી અને જેના આધારે તારાપુર પોલીસ સાથે મળીને ગામમાં વોચ ગોઠવી હતી અને આજે વહેલી સવારે રેડ કરવામાં આવી હતી. જેમાં તારાપુરનો રાજેશકુમાર રજનીકાંત પટેલ પિતાના નામે આવેલી ડિગ્રી અને દવાખાનું પુત્ર ચલાવતો હતો. અન્ય કેસમાં જીણજ ગામનો શનાભાઇ ભીખાભાઇ ઝાલા ( ઉ.વ. ૬૫) પુત્રના નામે આવેલી ડિગ્રીથી પિતાએ દવાખાનું ચલાવતા હોવાનું ખૂલ્યું છે. બંને કોઇપણ પ્રકારની ડોક્ટરની ડિગ્રી વિના, પ્રમાણપત્ર વગર લોકોની સારવાર કરીને આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનો ગુનો નોંધાયો છે. તારાપુર પોલીસે બંને આરોપીને કસ્ટડીમાં રાખીને કાયદેસસરની કાર્યવાહી હાથ ધરી છે.

