તારાપુર તાલુકાના ખાખસર ગામના સ્મશાન નજીક આવેલી ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા શખ્સોએ અંદાજે રૂપિયા ૧.૧૭ લાખના આશરે ૧,૫૦૦ મીટર તાંબાના વાયરોની ચોરી કરી કરી ફરાર થયા હતા. જે મામલે તારાપુર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુન નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

વિઠ્ઠલ ઉદ્યોગનગર સ્થિત યુનિક ફોરજીંગ ઇન્ડિયા પ્રા.લી. કંપની દ્વારા ખાખસર વિસ્તારમાં સ્થાપિત સોલાર પ્લાન્ટનું રીડીંગ લેવા માટે મેન્ટેનન્સ સુપરવાઇઝર ૧૨ જાન્યુઆરીના રોજ સવારે પહોંચ્યા ત્યારે પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળ્યો હતો. તપાસ કરતાં સોલાર પ્લાન્ટના ઇન્વર્ટરના તાંબાના વાયર કાપેલા જણાયા હતા. સુપરવાઈઝર દ્વારા કંપનીને જાણ કરાતા કંપનીના પ્રતિનિધિઓ સ્થળ પર પહોંચી તપાસ કરતા આશરે ૧,૫૦૦ મીટર જેટલા તાંબાના વાયર ચોરી થયાનું બહાર આવ્યું હતું. ચોરી ગયેલા વાયરની અંદાજિત ૧,૧૭,૦૦૦ રૂ. ના વાયરો ચોરતા કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા જૈમિન મુકુંદભાઈ ગોરની ફરિયાદના આધારે તારાપુર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

