આણંદ જિલ્લા સહિત ચરોતરમાં ગુરૂવારે દશેરાના પર્વમાં લાખો રૂપિયાના ફાફડા- જલેબી લોકો આરોગી જશે. શહેરમાં ઠેર ઠેર ફાફડા- જલેબીના વેચાણ માટે હંગામી સ્ટોલ પણ ઉભા થઈ ગયા છે. કરમસદ આણંદ મહાનગર પાલિકા સહિત ચરોતરમાં છેલ્લા બે દિવસથી ખુલ્લી જગ્યાઓમાં ફાફડા અને જલેબીના મોટા સ્ટોલ જોવા મળી રહ્યા છે. ગ્રાહકોને લાઈવ જલેબી અને ફાફડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. હાલ કિલોના સરેરાસ ભાવ મુજબ ફાફડા રૂા. ૪૦૦થી ૬૦૦, તેલની જલેબી રૂા. ૧૬૦થી ૨૪૦ તેમજ ઘીની જલેબી અંદાજિત ૫૫૦થી ૬૫૦માં જિલ્લાના વિવિધ શહેરોમાં વેચાણ થઈ રહ્યું છે. ફાફડા- જલેબીની સાથે પપૈયાની છીણનો પણ ભારે ઉપાડ જોવા મળી રહ્યો છે.

દશેરાના દિવસે ફાફડા- જલેબીનો રિવાજ હોવાથી લોકોએ એડવાન્સ બુકિંગ કરાવી ટોકન મેળવી લીધા હોવાનું જાણવા મળ્યું છે.

