KHEDA : આણંદ જિલ્લામાં બે મહિના પહેલા પડેલા ભારે વરસાદની સહાય અપાઇ નથી

0
60
meetarticle

આણંદ જિલ્લામાં ચાર દિવસથી કમોસમી વરસાદ પડતા ડાંગર, તમાકુ, કેળ સહિતના પાકનો સોથ વળ્યો છે. જોકે, ચાલુ વર્ષે બે મહિના પહેલા થયેલો ભારે વરસાદથી નુકસાન મામલે સર્વે બાદ સરકારને અહેવાલ મોકલાયો છે. પરંતુ હજૂ સુધી વળતર ચૂકવાયું નથી.હાલમાં વરસાદથી નુકસાની મામલે વળતર ચૂકવાશે કે નહીં તેને લઇ સવાલો સર્જાયા છે. જયારે આજે પણ બપોકર બાદ વરસાદ પડયો હતો. 

ચરોતરમાં ખેડૂતો ચાર દિવસથી કમોસમી વરસાદનો માર સહન કરી રહ્યાં છે. હવામાન વિભાગે આણંદ જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. વરસાદના કારણે ખરીફ પાકને વ્યાપક નુકસાન થયું છે.ચાલુ વર્ષે ભારે વરસાદની હેલીથી ખરીફ પાકને નુકસાન થયું હતું. સરકાર દ્વારા જિલ્લામાં સર્વે કરવાના આદેશ અપાયા હતા. ખેતીવાડી વિભાગે માત્ર નુકસાનીના સર્વેના આંકડાઓ સાથેનો અહેવાલ સરકારને મોકલી આપ્યો છે. આ અહેવાલ મોકલ્યાના બે મહિના થયા છતાં હજુ સુધી નુકસાનીનું વળતર ચૂકવાયું નથી. આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે  હાલમાં વરસાદને કારણે આણંદ જિલ્લાના પાકને થયેલા નુકસાનના સર્વે માટે ૧૬૫ ગામ સેવકોને સર્વે કામગીરી સોંપવામાં આવી છે અને સાત દિવસમાં કામગીરી પૂર્ણ કરીને રિપોર્ટ કરવાનું જાણ કરી છે. આણંદ જિલ્લામાં સિઝનનો ૩૦મી ઓક્ટોબક સુધીમાં  તારાપુરમાં ૯૨૧ મીમી, સોજીત્રામાં ૮૬૦ મીમી, ઉમરેઠમાં ૮૩૦ મીમી, આણંદમાં ૧૨૮૩ મીમી, પેટલાદમાં ૧૦૨૪ મીમી, ખંભાતમાં ૧૧૧૬ મીમી, બોરસદમાં ૧૨૮૬ મીમી, ખંભાતમાં ૯૭૪ મીમી સહિત આણંદ જિલ્લામાં સરેરાશ ૧૦૩૬.૭૫ મીમી જેટલો વરસાદ નોંધાયો છે.  

ખરીફ પાક ધોવાતા હવે વ્યાજે રૂપિયા લઇ પ્રસંગો કરવા પડશે ઃ ખેડૂત

આણંદ તાલુકાના ગોપાલપુરાના ખેડૂતે જણાવ્યું હતું કે ડાંગર, તમાકુના પાક ઉપર મોટી આશાઓ હતી અને જાન્યુઆરીમાં આવનાર લગ્ન પ્રસંગો સહિત સામાજિક પ્રસંગો તેમજ બાળકોની શૈક્ષણિક ફી ની ચુકવણી વગેરેનું આયોજન કર્યું હતું. હવે તમામ પાક નિષ્ફળ જતો આવનાર વર્ષમાં વ્યાજ ભોગવીને પણ પ્રસંગોની ઉજવણી કરવી પડે તેવી સ્થિતિ સર્જાય છે.  

ડાંગર પલળી જતા વેપારીઓ ખરીદતા નથી બીજ ફૂટવા માડતા ફેંકી દેવી પડે તેવી સ્થિતિ 

છેલ્લા ચાર દિવસથી આણંદ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે અને ડાંગરનો પાક પલળી ગયો છે. ડાંગરની ખરીદી માટે વેપારીઓ હાથ ઊંચા કરી દીધી છે. જેને લઇ ખેડૂતો ડાંગર લઇ પરત ઘરે આવી રહ્યાં છે. વેપારીઓના જણાવ્યા મુજબ, તમામ ડાંગર ભીની થઇ ગઇ હોવાથી ખરીદી શકાય તેમ નથી. આવો જથ્થો લેનાર જ કોઇ નથી. ખેડૂતો કહી રહ્યાં છે કે, હવે વેપારીઓ ડાંગર લેતા નથી. હવે ભીની ડાંગર લઇ ઘરે લઇ જઇશું. આ વરસાદી માહોલમાં કેવી રીતે સુકવીશું. ડાંગરના બીજ અંકુરણ થઇને ફૂટવા માંડતી હોવાથી ફેંકી દેવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.  

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here