આણંદ પાસેના એક ગામમાં બે કિશોરે એક સગીરને બાગમાં લઈ જઈ માર મારી એક કિશોરે સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. જ્યારે બીજા કિશોરે તેનો વિડીયો બનાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી


આંકલાવ તાલુકાના નવાખલ ગામની પાંચ વર્ષીય બાળકી ઉપર ગામના જ શખ્સે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હોવાના થોડા દિવસ પૂર્વેના બનાવની યાદ હજી તાજી છે. ત્યારે આણંદ નજીકના એક ગામમાં રહેતા નવ વર્ષીય સગીરને ગામમાં જ રહેતા બે કિશોરો ગત તારીખ પાંચમી સપ્ટેમ્બરના રોજ એક બગીચામાં લઈ ગયા હતા. જ્યાં એક કિશોરે ખરાબ કૃત્ય કરવાનું કહેતા સગીરે ના પાડી દઈને ભાગવા લાગ્યો હતો. બંને કિશોરોએ સગીરને ઝડપી પાડયો હતો અને એક કિશોરે સગીરને બરડામાં મુક્કા મારી તેની સાથે જબરજસ્તીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. દરમિયાન અન્ય કિશોરે આવું કૃત્ય કરનારના કહેવાથી પોતાના મોબાઈલમાં વીડિયો બનાવી લીધો હતો. આ વાતની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. આ અંગે સગીરના પિતાએ ગતરોજ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

