KHEDA : કપડવંજના આંતરસુબામાં 1.57 લાખની મત્તા ચોરી તસ્કરો પલાયન

0
33
meetarticle

કપડવંજના આંતરસુબા ગામમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો મકાનમાંથી રૂા. ૫૦ હજારની રોકડ, સોના ચાંદીના દાગીના સહિત રૂા. ૧.૫૭ લાખની મત્તા ચોરી ગયા હતા. ત્યારે નાના ગામમાં તસ્કરોના તરખાટથી સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. ત્યારે ચોરીના પગલે ગામમાં ભય ફેલાયો છે.


કપડવંજ તાલુકાના આંતરસુબાના મુળ હિતેન્દ્રભાઇ જયંતિભાઈ પટેલ દાણીવાળા ખાતે રહેતા અને હાલ નડિયાદ સ્થાઇ થયા છે. તેમના મકાનનો નકૂચો તૂટી ગયો હોવાની જાણ મોટાભાઈ કનુભાઈએ કરતા તેઓ આંતરસુબાના ઘરે પહોંચતા સરસામાન વેર-વિખેર પડયો હતો. બેડરૂમમાં ખેતી કામકામ માટે મૂકી રાખેલી રોકડ ૫૦ હજાર ભરેલું પાકિટ ચોરાયું હતું. ઉપરના માટે તિજોરી ખૂલ્લી હતી. તિજોરીમાંથી સોનાના બે દોરા, ત્રણ વીંટી, બુટ્ટીની એક જોડ, ચાંદીના બે જોડ છડાં મળીને રૂા. ૧.૦૭ લાખના સોના- ચાંદીના દાગીના ચોરાયા હતા. અજાણ્યા તસ્કરો તા. ૧લીના સાંજના પાંચથી તા. બીજીના સવારે ૭ વાગ્યા દરમિયાન ઘરમાંથી રૂા. ૧.૫૭ લાખની મત્તા ચોરી ગયાની ફરિયાદ આંતરસુબા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ત્યારે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. ગામમાં ભયના માહોલના પગલે રાત્રિ પેટ્રોલિંગ વધારવા માંગણી ઉઠી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here