KHEDA : કપડવંજના ઘડિયામાં 29 લાખની ટાંકી બનાવી પણ પાણી અપાતું નથી

0
53
meetarticle

 કપડવંજ તાલુકાના ઘડિયા ગામમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાંચ વર્ષ પૂર્વ પીવાના પાણીની ટાંકી, અંડરગ્રાઉન્ડ સંપ બનાવ્યો છે. ટાંકીમાંથી હજુ સુધી પાણી આપવાનું શરૂ નહીં કરતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે.

કપડવંજ તાલુકાના ઘડિયા ગામમાં અંદાજે પાંચ વર્ષ પહેલા રૂા. ૨૯ લાખમાં પાણીની ટાંકી ગ્રામજનોના ઉપયોગ માટે બનાવવામાં આવી હતી પરંતુ, આજદીન સુધી એક પણ ઘરે ટાંકી મારફતે એક ટીંપું પણ પાણી પહોંચ્યું ન હોવાથી ટાંકી શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. ગ્રામજનો પાંચ વર્ષથી નવનિર્મિત ટાંકી અને સંપ દ્વારા પીવાનું પાણી મળે તેની રાહ જોઈ રહ્યા છે. ગ્રાનજનોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, ગામમાં બનાવેલી ટાંકી દ્વારા લોકોને પાણી મળે તેવી વ્યવસ્થા કરવાનું પંચાયત મુહૂર્ત જોતા હોય તેવું લાગે છે. ગામના સરપંચ અને સભ્યોની બેદરકારીના કારણે ગ્રામજનોને ટાંકીમાંથી પાણી નહીં મળતા હાલાકી વેઠવી પડે છે. ત્યારે સંબંધિત તંત્ર અને સરપંચ દ્વારા જરૂરી કાર્યવાહી કરી ટાંકી શરૂ નહીં કરાય તો ઉગ્ર વિરોધ કરવાની ગ્રામજનોએ ચિમકી ઉચ્ચારી છે.

વાલ્વનું સ્ટેન્ડ, વાલ્વ ફિટિંગ કરવાના બાકી છે : સરપંચના પતિ

આ બાબતે ઘડિયા પંચાયતના સરપંચ રામીબેનના પતિ રેવાભાઈએ જણાવ્યું હતું કે, નવનિમત પાણીની ટાંકી માટે વાલ્વનું સ્ટેન્ડ બનાવવાનું બાકી છે. કોઈ વ્યવસ્થિત વાલ્વ ફિટિંગ કરનારા મળ્યા અલગ અલગ વિસ્તારોમાં વાલ્વ બેસાડયા પછી પાણી પહોંચાડવાનું ચાલુ થઈ જશે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here