આણંદ જિલ્લામાં દિવાળીથી દેવદિવાળી સુધીના પર્વને અનુલક્ષીને વિવિધ બેંકોમાં ચલણી નોટોના બંડલ માટે અઠવાડિયા સુધી ભીડ જોવા મળી હતી.

આણંદ જિલ્લામાં બેસતા વર્ષે સગા-સ્નેહી અને મિત્ર વર્તુળમાં ભેટ આપવા તેમજ મંદિરમાં દાન- દક્ષિણા આપવાની પરંપરા છે. ત્યારે જિલ્લાની તમામ રાષ્ટ્રીય અને ખાનગી બેંકોમાં છેલ્લા અઠવાડિયાથી ભીડ જોવા મળી હતી. ત્યારે અંતિમ દિવસોમાં રૂા. ૧૦, ૨૦ અને ૫૦ની ચલણી નોટોના નવા બંડલોનો સ્ટોક ખૂટી ગયો હોવાનું પણ જાણવા મળ્યું હતું. બજારમાં ૧૦, ૨૦ અને ૫૦ રૂપિયાની નવી નોટોના બંડલનો બમણો ભાવ સાંભલવા મળ્યો હતો.
જ્યારે ૧૦૦ અને ૫૦૦ની નોટોના નવા બંડલો સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યા હતા. વેપારીઓ સહિત લોકોએ ઊંચો ભાવ આપી નવી નોટોના બંડલો ખરીદી પર્વનો આનંદ માણ્યો હતો.

