KHEDA : 26 બેંક ખાતા અને 357 એટીએમ લોકેશનની તપાસ, 5 ની અટકાયત

0
41
meetarticle

 ખેડા જિલ્લા પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ ડ્રાઇવ અંતર્ગત સાયબર ફ્રોડના ગુના ઉકેલવા માટે તપાસ હાથ ધરી હતી. મ્યુલ ખાતાધારકો સામે કાર્યવાહી હાથ ધરી છે અને ૨૭ બેંક એકાઉન્ટ અને ૩૫૭ એટીએમ લોકેશન તપાસ્યા હતા અને પાંચ આરોપીની અટકાયત કરવામાં આવી છે.

 ખેડા જિલ્લામાં સાયબર ફ્રોડના ગુનાનો નાથવા પોલીસ દોડતી થઇ હતી અને સીઆઇડ ક્રાઇમ રેલવેઝ અને સાયબર સેન્ટર ઓફ એક્ષીલન્સ દ્વાર ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. સાયબર ફ્રોડમાં ઉપયોગ કરતા મ્યુલ બેંક એકાઉન્ટ્સ પર વોચ રાખવા માટે એલસીબી, એસઓજી અને સાયબર ક્રાઇ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી હતી અને આ ટીમોએ તપાસમાં ૨૬ શંકાસ્પદ મ્યુલ બેંક એકાઉન્ટ અને ૩૫૭ એટીએમ લોકેશન પર તપાસ હાથ ધરી હતી. નડિયાદમાં સાયબર ક્રાઇમ અંગેના બે ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં બીએનએસની કલમ ૩૧૮(૪) અને આઈટી એક્ટની કલમ ૬૬(ડી) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી કુલ ૫ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ ડ્રાઇવ હેઠળ અન્ય મ્યુલ ખાતા ધારકોની ઓળખ કરી તેમના વિરૂધ્ધ ગુના દાખલ કરવાની પણ તજવીજ ચાલી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here