KHEDA : કરમસદ આણંદ મનપાના ગામડીમાં પાણીના નિકાલની સમસ્યા વિકટ બની

0
46
meetarticle

 કરમસદ આણંદ મહાનગરપાલિકાના ગામડી વિસ્તારમાં પાણીના નિકાલની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે. અગાઉ પાણીના નિકાલ માટે રૂા. ૪૫ લાખના ખર્ચે લાઈન નાખવા છતાં અનઘડ આયોજનના કારણે હજૂ પાણીનો ભરાવો થઈ રહે છે.

કરમસદ આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા ગામડી ગામના પૂર્વ વિસ્તારમાં પાણીના નિકાલની સમસ્યા ખૂબ જ ગંભીર બની જતા આ વિસ્તારના હજારો રહીશોને તકલીફો પડી રહી છે. 

ભૂતકાળમાં આણંદ નગરપાલિકામાં ભાજપની સત્તાના સમયે ગામડી તળાવ સહિત આજુબાજુના વિસ્તારમાં ઉભરાતાં પાણીના નિકાલ માટે રૂ. ૪૫ લાખના ખર્ચે પાઇપલાઇન નાખવામાં આવી હતી. કામગીરી કરવામાં આવી હતી પરંતુ આગળના વિસ્તારોમાંથી આ પાણીની લાઈનોને આગળ લઈ જઈને પાણીના નિકાલ કરવાનું આયોજન કરવામાં આવ્યું ન હતું. જેને કારણે વિસ્તારમાંથી પાણીના નિકાલ ના થતાં પૂર્વની સોસાયટી વિસ્તારમાં પાણીના ભરાવો રહેતા હાલાકી સર્જાઈ રહી છે. હવે કરમસદ આણંદ મનપા બની હોવાથી તંત્ર દ્વારા યોગ્ય ઉકેલ લાવવા માંગ ઉઠી છે. શહેરને અડીને આવેલ ગામડી ગ્રામ્ય વિસ્તાર (હવે મનપામાં સમાવેશ) માં થી ઉભરાતાં તળાવના તથા વરસાદી પાણીના નિકાલ ન થતાં પૂર્વ વિસ્તારની સોસાયટીઓમાં ફરી વળતા અગાઉ પાણીના નિકાલ માટે બોક્ષ ડ્રેઈન બનાવવાની માંગ કરવામાં આવી હતી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here