બાલાસિનોરમાં ૨૦ દિવસમાં કમળાના ૩૦૦થી વધુ કેસ નોંધાયા બાદ તંત્ર દોડતું થયું છે. શહેરમાં ૭૦ વર્ષ પહેલાની પાણીની પાઇપ લાઇન બદલવાનું કામ શરૂ કર્યું છે. પ્રથમ તબક્કામાં ૬૦૦ મીટરની પાઇપ લાઇન બદલવામાં આવશે.

બાલાસિનોરમાં ૨૦ દિવસમાં ૩૦૦થી વધુ વધુ કેસ સામે આવતા કલેક્ટર દોડી આવ્યા હતા. આરોગ્ય વિભાગ સહિતના તંત્ર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. શહેરમાં દૂષિત પાણી વિતરણ કરવામાં આવતા રોગચાળો ફાટી નિકળ્યો હતો. બાલાસિનોરમાં હાલ ૭૦ વર્ષ જૂની લાઇન મારફતે પાણી વિતરણ કરાયું હતું. જેને બદલવાની અત્યાર સુધીમાં તસ્દી લીધી ન હતી. દરમિયાન કલેક્ટરની સૂચનાને પગલે જૂની પાઇપ લાઇન બદલવાની કામગીરી શરૂ કરી છે.
પ્રથમ તબક્કામાં વિજય ટોકિઝ વિસ્તારમાં ૬૦૦ મીટરની પાઇપ લાઇન બદલાવાનું કામ શરૂ થયું છે. આગામી દિવોસમાં અસરગ્રસ્ત અને અન્ય વિસ્તારમાં પણ તાત્કાલિક લાઇન બદલવામાં આવશે. બીજી તરફ પાણીને લગતી ફરિયાદો માટે પાલિકા દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો છે. જેથી લોકો હવે પાણી કે ટેન્કરને લગતી ફરિયાદો કરી શકશે.

