ડભોઇમાં દેવીપૂજક સમાજ દ્વારા કૃષ્ણ જન્માષ્ટમીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઇભવ્ય શોભાયાત્રા બાદ શ્રીકૃષ્ણ-રાધાજીની પ્રતિમાનું વિસર્જન ડભોઈમાં દેવીપૂજક સમાજ દ્વારા કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી.
બે દિવસ ભગવાન કૃષ્ણ અને રાધાજીની પ્રતિમાની સ્થાપના કરી બાદમાં ભવ્ય શોભાયાત્રા કાઢી પ્રતિમાનું તળાવમાં વિશર્જન કરાયું હતું.શ્રાવણ માસ ની અષ્ટમી એટલે ભગવાન કૃષ્ણ અવતરણ દિવસ. આ દિવસે કૃષ્ણ ભક્તો મોટી સંખ્યામાં ભગવાનના જન્મ દિવસની ઉજવણી કરતા હોય છે.
ત્યારે ડભોઇમાં દેવીપૂજક સમાજ પણ દર વર્ષે ભગવાનની પ્રતિમાની ઙસ્થાપના કરી ભક્તિભાવથી પૂજન અર્ચન કર્યા બાદ તેમને વિદાય આપવામાં આવે છે. ત્યારે સોમવારે સાંજે જન્માષ્ટમીના ત્રીજા દિવસે ડભોઈ દેવીપૂજક સમાજ અને આગેવાનો દ્વારા જલારામ મંદિર પાસેથી એસટી ડેપો રાધે કોમ્પલેક્ષ વડોદરા ભાગોળ દુધિયા કંસારાબજાર ટાવર લાલ બજાર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સહિત આગેવાનો હાજર રહ્યા હતા. આ શોભાયાત્રા નગરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી. જેમાં વિવિધ વેશભૂષા ધારણ કરેલ યુવકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શોભાયાત્રા બાદ ભગવાનની પ્રતિમાનું તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ



