KUTCH : પ્રવાસીઓ માટે મોંઘોદાટ કચ્છના રણ મહોત્સવ ટેન્ટમાં એક દિવસ રોકાવાનું ભાડું 9900 રૂપિયા

0
60
meetarticle

સમગ્ર ગુજરાત અને દેશ-વિદેશના લોકોને કચ્છના રણનું વિશેષ આકર્ષણ હોવાથી દર વર્ષે પ્રવાસન ખાતાના વડપણ હેઠળ યોજાતા રણ મહોત્સવનો આગામી તા.23 ઓક્ટો.થી પ્રારંભ થશે. અલબત્ત આ વર્ષે પ્રવાસીઓને ટેન્ટમાં રહેવાના એક દિવસનાં ભાવ પણ મહા મોંઘા લાગી રહ્યા છે. પ્રવાસીઓને આકર્ષવા માટે ટેન્ટ સીટીના ભાવ વ્યાજબી હોવા જોઇએ તેના બદલે ભુક્કા કાઢી નાખે તેવા ભાડાને લીધે કચ્છ પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા પ્રવાસીઓમાં પણ સરકારી તંત્રની નીતિ-રીતિ ટીકાપાત્ર બની રહી છે.

હિન્દી ફિલ્મના જાણીતા અભિનેતા અમિતાભ બચ્ચનને ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ કહીને કચ્છને દેશ-વિદેશમાં જાણીતું કરી દીધું છે. ત્યારબાદ અહીં રણ મહોત્સવનું આકર્ષણ પ્રળાસીઓમાં વિશેષ રહે છે પરંતુ પ્રવાસીઓ માટે રણ મહોત્સવનો પ્રવાસ આ વર્ષે મોંઘો દાટ બની રહેશે. રણ મહોત્સવના ટેન્ટ સીટી સહિતના ભાડામાં કરવામાં આવેલા વધારા બાદ વિગતો આપી પ્રવાસન વિભાગના સુત્રો જણાવે છે કે આગામી તા.23 ઓક્ટોબરથી રણ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે.

જેમાં એક દિવસથી માંડી ત્રણ દિવસના ભાડાના પેકેજ આપવામાં આવ્યા છે. જેમાં સુપર પ્રિમિયમ ટેન્ટનું એક જ દિવસનું ભાડું રૂા 9900, બે દિવસનાં 19 હજાર અને ત્રણદિવસનું ભાડુ રૂા.27500 પ્રતિ વ્યકિત રાખવામાં આવ્યું છે. પ્રિમિયમ ટેન્ટના એક દિવસના રૂા.8900 જ્યારે એસી કોટેજના પ્રતિ દિન રૂા.7900 અને નોન એસીના રૂા.5400 ભાડુ રહેશે. પૂનમના દિવસે રણનો નજારો માણવાની મજા કંઇક અલગ હોય છે. તેથી આ દિવસ માટે દરબારી સ્યુટના એક દિવસના રૂા.70 હજાર બે દિવસના રૂા.1 લાખ 49 હજાર અને ત્રણ દિવસના રૂા.2 લાખ 10 હજાર (જ્યારે ચાર જણા માટે) રજવાડી સ્યુટના એક દિવસના રૂા.35 હજાર નક્કી કરવામાં આવ્યા છે. આ સ્થિતિમાં આગામી દિવસોમાં અઢી મહિના માટે યોજાનાર રણ મહોત્સવનો પ્રવાસ સહેલાણીઓ માટે મોંઘોદાટ બની રહેશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here