પ્રાથમિક તબક્કે અંગત અદાવત અથવા અન્ય કોઈ વિવાદ આ હત્યાનું કારણ હોઈ શકે છે. મૃતદેહના ટુકડા મળ્યા હોવાથી પોલીસે ફોરેન્સિક તપાસની મદદ લીધી છે. આ ક્રૂર ઘટનાએ નખત્રાણાના શાંત ગણાતા વિસ્તારમાં ભયનો માહોલ પેદા કર્યો છે.
કચ્છના નખત્રાણા તાલુકાના મેરુ ગામમાં 19 વર્ષીય યુવક રમેશ મહેશ્વરીની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. આરોપીઓએ યુવકની હત્યા કર્યા બાદ તેના મૃતદેહના પાંચ ટુકડા કરી નાખ્યા હતા અને હત્યાના પુરાવા છુપાવવા માટે આ ટુકડાઓને બોરવેલમાં નાખી દીધા હતા. પોલીસે તપાસ દરમિયાન બોરવેલમાંથી યુવકના હાથ, પગ અને ધડના ટુકડાઓ શોધી કાઢ્યા છે, જ્યારે તેનું માથું જમીનમાં દટાયેલી હાલતમાં મળી આવ્યું હતું, જે દર્શાવે છે કે હત્યારાઓએ અત્યંત ઠંડા કલેજે આ ગુનાને અંજામ આપ્યો છે.

આ ગંભીર અને સનસનાટીપૂર્ણ હત્યાના કેસમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બે આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે પકડાયેલા આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પ્રાથમિક તબક્કે અંગત અદાવત અથવા અન્ય કોઈ વિવાદ આ હત્યાનું કારણ હોઈ શકે છે. મૃતદેહના ટુકડા મળ્યા હોવાથી પોલીસે ફોરેન્સિક તપાસની મદદ લીધી છે. આ ક્રૂર ઘટનાએ નખત્રાણાના શાંત ગણાતા વિસ્તારમાં ભયનો માહોલ પેદા કર્યો છે.

