VADODARA : હઝરત ખ્વાજા ગરીબ નવાજ છઠ્ઠી શરીફમાં દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં પધારેલા અને પોતાની મનોકામના અંગે દુવાઓ ગુજારી

0
322
meetarticle

રાજસ્થાન ખાતે આવેલા અજમેર માં હિન્દુસ્તાનના બાદશાહ અને કોમી એકતાના પ્રતીક હઝરત ખ્વાજા ગરીબ નવાજ છઠ્ઠી શરીફમાં દેશ વિદેશ થી શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં પધારેલા અને પોતાની મનોકામના અંગે દુવાઓ ગુજારી હતી.


હઝરત ખવાજા ગરીબ નવાજ ની છઠ્ઠી શરીફ નું મહત્વ સાથે પવિત્ર રબ્બિઉલ ચાલુ માસ હોવાથી સમગ્ર દેશભરમાંથી ભાવિક ભક્તો છઠ્ઠી શરીફ માં હાજરી આપવા ઉમટી પડે છે ત્યારે ગુજરાત ભરના વડોદરા સુરત અમદાવાદ ડભોઇ સંખેડા વાઘોડિયા છોટાઉદેપુર વલસાડ વાપી રાજકોટ ભરૂચ મહેસાણા વિગેરે શહેરોમાંથી છઠ્ઠી શરીફમાં પણ લાખો શ્રદ્ધાળુઓએ એ હાજરી આપી ફુલ ચાદર ચઢાવી હતી અને પોતાની મનોકામના પૂરી થાય તે માટે દુવાઓ ગુજારવામાં આવી હતી. જ્યારે કે આ પ્રસંગે હજરત ખ્વાજા ગરીબ નવાજ દરગાહ ખાતે છઠ્ઠી શરીફ પ્રસંગે દેશ વિદેશ ભારતનું નામ રોશન રહે અને ભાઈચારો અને કોમી એકતા ના દર્શન થાય તેમજ ભારત દેશ પ્રગતિ કરે દેશમાં અમન ચમન રહે તેવી દુઆ ગુજારવામાં આવી હતી.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here