શ્રાવણ માસના પવિત્ર અવસર પર માડકા ગામે આયોજિત ભવ્ય શિવકથા સપ્તાહ ને આજે છઠ્ઠા દિવસે પૂરેપૂરી શ્રદ્ધા, ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યો છે
ભગવાન આશુતોષ શ્રી માઈયેશ્વર મહાદેવના ધામ ખાતે ચાલી રહેલી આ કથા દરમિયાન દરરોજ સવારથી સાંજ સુધી ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળે છે.
કથામહોત્સવના છઠ્ઠા દિવસે વિશેષ પ્રસંગે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ના પત્રકાર હાર્દીકસિંહ રાજપૂત તથા રાણાભાઈ પારેગી દશરથભાઈ ઠાકોર નું આયોજકો તથા ગામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
પત્રકારોને ફૂલહાર પહેરાવીને, શાલ અર્પણ કરી તથા તાળીઓના ગડગડાટ સાથે આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત ભક્તોએ પણ ઉત્સાહપૂર્વક અભિવાદન કર્યું હતું.
સ્વાગત સમારોહને સંબોધતા આયોજકમંડળના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે માડકા ગામની ધરતી પર યોજાતી આ શિવકથા માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક સમરસતા અને એકતાનો સંદેશ આપે છે. પત્રકારો સમાજના અરીસા સમાન છે, તેઓએ આવકાર પામતાં અમારી શ્રદ્ધાને બળ મળ્યું છે.”
આ પ્રસંગે ગામના આગેવાનો તથા સેવકગણ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કથામહોત્સવ દરમિયાન પૂજ્ય વક્તાશ્રીએ શિવપુરાણનાં વિવિધ પ્રસંગો વર્ણવીને ભક્તોને જીવનમાં સદાચાર, ભક્તિ અને સદ્ગુણ અપનાવવાનો સંદેશ આપ્યો હતો. શ્રોતાઓએ એકાગ્ર ચિત્તથી કથાનું શ્રવણ કરીને આધ્યાત્મિક આનંદ અનુભવ્યો હતો.
દરરોજ કથામંડપમાં સવારથી સાંજ સુધી ભજન, કીર્તન અને પૂજાપાઠનો માહોલ સર્જાય છે.
ગ્રામજનો દ્વારા પ્રસાદની સુવ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેમાં દૂર–દૂરથી આવેલા ભાવિક ભક્તો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે.
આજે છઠ્ઠા દિવસે ભક્તિભાવથી માડકા ગામ ધન્ય બન્યું છે. હવે કથાનું વિરામ સંવત ૨૦૮૧ શ્રાવણ વદ અમાસ, તા. ૨૩ ઓગસ્ટ ૨૦૨૫, શનિવારે કરવામાં આવશે.
ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાના આ મહોત્સવમાં વધુમાં વધુ ભાવિકો પધારી કથામૃતનો લાભ લીધો હતો…
અહેવાલ : પ્રધાનજી ઠાકોર




