ડભોઈશહેર કોંગ્રેસપ્રમુખ તરીકે વકીલ સતિષ રાવળની વરણી ડભોઇ તાલુકા પ્રમુખ તરીકે પૂર્વ સરપંચ સુધિર બારોટની વરણી યુવા નેતૃત્વથી કાર્યકરોમાં ઉમંગ ડભોઈ શહેર અને તાલુકા કોગ્રેસ ના નવા સુકાની ઓ ની વરણી ને શહેર તાલુકામાં આવકાર મળી રહ્યો છે.
ડભોઈ શહેર કોગ્રેસ ના પ્રમુખ તરીકે યુવાન આખાબોલા વ્યવસાયે વકીલ સતિષ રાવળ ની નિમંણુક કરવા માં આવી છું લડાયક મિજાજ ધરાવતા યુવાન અને દુધ ધારકો ના પ્રશ્નો ના અભ્યાસુ અને અવારનવાર સતા સામે પ્રશ્નો ઉઠાવનાર સાઠોદ ના માજી સરપંચ સુધિર બારોટની નિમંણુક કરાઈ છે
જેને તાલુકા માં વ્યાપક આવકાર મળી રહ્યો છે .ડભોઈ શહેર પ્રમુખ તરીકે સતિષ રાવળ માટે નગરપાલિકા અંકે કરવા નો પડકાર હશે જયારે તાલુકા પ્રમુખ સુધિર બારોટ માટે તાલુકા ની ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત અને ચાર જિલ્લા પંચાયત ની બેઠકો જીતવા નો પહાડ જેવો પડકાર હશે હવે એક વાત નક્કી કે શહેર તાલુકા કોગ્રેસ ના કાર્યકરો માટે સંજીવની પુરવાર થશે.કે કેમ.ટુંક સમયમાં ડભોઈ નગરપાલિકા ની ચુંટણી આવનાર હોવાનું જાણવા મળે છે ત્યારે જોવાનું એ રહેછે કે કોગ્રેસ કેટલી સીટો મેળવે છે
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ



