RAJKOT : LCBની કાર્યવાહી ભાડલા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ફરાર શખ્સ શાપર માંથી ઝડપાયો

0
133
meetarticle

રાજકોટ રૂરલ એલસીબીએ ભાડલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશન કેસના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે, જેમાં પોલીસે બાતમીના આધારે આરોપીને પકડવામાં સફળતા મળી હતી.

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહના ઓએ પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય અને ડ્રાઈવ દરમ્યાન અસર કારક કામગીરી કરવા સુચના કરતા રૂરલ એલ.સી.બી. પોલીસ ઇન્સપેકટર વી.વી.ઓડેદરા તથા પો.સ.ઈ.એચ.સી.ગોહિલના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય ટીમ પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પ્રયત્નો શીલ હોય દરમ્યાન મળેલ બાતમી આધારે ભાડલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિ કલમ ૬૫એઇ, ૧૧૬(બી), ૯૮(૨),૮૧,૮૩ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી પ્રકાશ ઉર્ફે ચીકીડો જયસુખભાઇ દુધરેજીયા રહે. રાજકોટ વાળાને શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડી આગળની કાર્યવાહી કરવા માટે શાપર વેરાવળ પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે. આ કામગીરીમાં પીઆઇ વી.વી.ઓડેદરા તથા પીએસઆઈ એચ.સી.ગોહિલ તથા એએસઆઈ બાલકૃષ્ણ ત્રિવેદી, રવિદેવભાઈ બારડ, બ્રિજરાજસિહ જાડેજા, વકારભાઈ અરબ, રોહિતભાઈ બકોત્રા, તથા પો.કોન્સ પ્રકાશભાઈ પરમાર, મેહુલભાઈ સોનરાજ જોડાયા હતા.

Repoter : સુરેશ ભાલીયા જેતપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here