VADODARA : LCBએ કુંવરપુરા ગામે શ્રાવણિયા જુગાર રમતા 5 લોકોની કરાઇ ધરપકડ

0
68
meetarticle

શ્રાવણિયો જુગાર રમતા 5 લોકોની કરાઇ ધરપકડ LCBએ કુંવરપુરા ગામે શ્રાવણિયા જુગાર પર કરી હતી રેડ 84850 રૂપિયાનો મુદામાલ કર્યો જપ્ત માજી સરપંચ ઈશ્વવર બારિયા પણ રમી રહ્યા હતા શ્રાવણિયો જુગારતમામ આરોપીઓનો કબજો ડભોઇ પોલીસને સોંપ્યો લોકલ ક્રાઈમ બ્રાંચ વડોદરા ગ્રામ્ય વડોદરા પોલીસ સ્ટાફના માણસો તથા બે પંચોના માણસો સાથે ડભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા.

તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે ડભોઇ તાલુકાના કુવરવાડા ગામ નવીનગરી ખાતે રહેતા રમેશભાઇ ભીખાભાઇ બારીયા ના ઘરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામા કેટલાક ઇસમો પત્તા-પાના વડે પોતાના આર્થિક ફાયદા સારૂ રૂપિયા વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે. જે બાતમી હકિકતવાળી જગ્યાએ રૈડ કરતા (૧) ઇશ્વરભાઇ મોતીભાઇ બારીયા ઉ.વ.૪૭ રહે.કુવરવાડા ગામ મંદીરવાળુ ફળીયુ તા.ડભોઈ જી.વડોદરા (૨) દીપકભાઈ હીમ્મતભાઈ પટેલ ઉ.વ.૪૮ રહે.કુવરવાડા ગામ પટેલ ફળીયુ તા.ડભોઈ જી.વડોદરા (૩) મુકેશભાઈ બલદેવભાઇ શ્રીમાળી ઉ.વ.૫૧ રહે.૧૪ મહાલક્ષ્મી સોસાયટી વાલમ હોલ પાસે હાલોલ રોડ હરણી વડોદરા શહેર (૪) ગોપાલભાઇ હીમ્મતસિંહ બારીયા ઉ.વ.૫૧ રહે.કુવરવાડા ગામ બારીયા ફળીયુ તા.ડભોઇ જી.વડોદરા (૫) મહેશભાઈ રમેશભાઇ રાઠોડીયા ઉ.વ.૩૯ રહે.કુવરવાડા તલાવડી ફળીયુ તા.ડભોઈ જી.વડોદરા નાઓને જાહેર ખુલ્લી જગ્યામાં પતા-પાના વડે હાર જીતનો જુગાર રમી રમતા અંગ ઝડતીના રૂ.૪૦,૩૦૦/- તથા દાવ પરના રૂ.૪૫૫૦/- મળી કૂલ કી.રૂ.૪૪,૮૫૦/- તથા પત્તા-પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૪ કી.રૂ.૪૦,૦૦૦/-મળી કુલ રૂ.૮૪,૮૫૦/- ના મુદામાલ સાથે પકડાઈ જઈ ગુન્હો કરેલ હોય જેથી જુગાર ધારા કલમ ૧૨ મુજબ એ.એસ.આઇ ભુપતભાઈ વિરમભાઈ ફરીયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here